Get The App

હવે વગર વિઝાએ ફરી શકાશે કેન્યા, આફ્રિકી દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવી સરળ

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ થોડા દિવસો પહેલા કરી જાહેરાત કે આફ્રિકન દેશની મુલાકાત લેનારાઓને હવે જાન્યુઆરીથી વિઝાની જરૂર નહીં

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
હવે વગર વિઝાએ ફરી શકાશે કેન્યા, આફ્રિકી દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવી સરળ 1 - image


Kenya Visa Free For All Countries:  રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ રાજધાની નૈરોબીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન એક જાહેરાત કરી. પ્રવાસનને વેગ આપવા માટે કેન્યા જતા વિદેશી મુલાકાતીઓને જાન્યુઆરી 2024 થી વિઝાની જરૂર રહેશે નહીં. આવતા વર્ષથી, કેન્યાએ વિઝા માટે અરજી કરવાની જરૂરિયાત નાબૂદ કરી છે. હવે પ્રવાસીઓ અહીં મસાઈ મારામાં જંગલ સફારી તેમજ નકુરુ તળાવમાં બર્ડ વોચીંગ વિઝા વગર કરી શકશે. આ નવા પગલાથી આફ્રિકન દેશોમાં પ્રવાસીઓની મુસાફરી હવે પહેલા કરતા વધુ સરળ બની જશે.

અર્થવ્યવસ્થાને વેગ આપશે આ નિર્ણય

રુટોએ જણાવ્યું હતું કે સરકારે વિઝા-મુક્ત નીતિનો અમલ થાય તે સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભર્યું છે. જેના માટે ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવામાં આવ્યું છે. તેમજ વિદેશી નાગરિકોને ઇલેક્ટ્રોનિક મુસાફરી અધિકૃતતા આપવામાં આવશે. કેન્યાની અર્થવ્યવસ્થામાં ટુરીઝમ મહત્વનો ભાગ ભજવે છે. તેમજ આ પગલું ભરવા પાછળનો મુખ્ય હેતુ વાણિજ્યના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પ્રવાસીઓ, રોકાણકારો અને કુશળ કામદારોને આકર્ષવા દ્વિપક્ષીય કરારના આધારે કેન્યાએ અગાઉ ઈન્ડોનેશિયા, સેનેગલ અને કોંગોના નાગરિકો માટે વિઝા ફ્રી કર્યા હતા. 

અગાઉથી વિઝા ફ્રી કરવાની હિમાયત

સપ્ટેમ્બર 2022 માં સત્તા સંભાળ્યા પછી, રાષ્ટ્રપતિ રૂટોએ એકીકરણ એજન્ડાને સાકાર કરવા માટે કેન્યાની મુલાકાત લેતા આફ્રિકનો માટે વિઝા ફ્રી કરવાની હિમાયત કરી છે. કેન્યા પહેલા રવાંડાએ નવેમ્બરમાં તમામ આફ્રિકનો માટે વિઝા ફ્રી મુસાફરી જાહેર કરી હતી.

હવે વગર વિઝાએ ફરી શકાશે કેન્યા, આફ્રિકી દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવી સરળ 2 - image


Google NewsGoogle News