Get The App

...તો યુક્રેનના બે ટુકડાં કરી નાખવાનું કાવતરું? જાણો ટ્રમ્પ-પુતિનના સિક્રેટ પ્લાનની વિગતો

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
...તો યુક્રેનના બે ટુકડાં કરી નાખવાનું કાવતરું? જાણો ટ્રમ્પ-પુતિનના સિક્રેટ પ્લાનની વિગતો 1 - image


Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ થંભવાનું નામ લઈ રહ્યું નથી. યુદ્ધવિરામ માટે શાંતિ સ્થાપિત કરવા અને કરારના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. અમેરિકા બંને દેશો વચ્ચે વાટાઘાટો કરી એક શાંતિપૂર્ણ સમાધાનનો ઉકેલ શોધી રહ્યું છે. જોકે કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેનના ભાગલાં પાડી દેવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે અને આ માટે સીક્રેટ પ્લાન પણ રેડી થઈ ગયો છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચે સંભવિત કરાર મુદ્દે ટ્રમ્પ સરકારે એક ચોંકાવનારો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. યુક્રેન-રશિયા યુદ્ધ માટે મધ્યસ્થી તરીકે કામ કરી રહેલા અમેરિકાના વિશેષ દૂત કેથ કેલોગે યુક્રેને પોતાના અમુક મહત્ત્વના વિસ્તારો રશિયાને સોંપવા સલાહ આપી છે. જો કે, ટ્રમ્પ સરકારની અંદર જ આ મુદ્દે રાજકીય મતભેદો ઉભરી રહ્યા છે.

યુક્રેનના બે ટુકડાં થશે?

મીડિયા રિપોર્ટ અનુસાર, યુદ્ધને ખતમ કરવાની યોજના હેઠળ સૌથી પહેલાં યુક્રેનને બે ભાગમાં વહેંચી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. યુક્રેનના પૂર્વમાં રશિયન સેનાનો કબજો હશે, જ્યારે પશ્ચિમમાં બ્રિટન અને ફ્રાન્સની સેના તૈનાત રહેશે. વધુમાં મધ્ય વિસ્તાર યુક્રેનનો રહેશે, જ્યાં યુક્રેનના નાગરિકો અને યુક્રેનની સેના રહેશે. અમેરિકા તરફથી કોઈપણ ભૂ-સૈન્ય સહાય પ્રદાન કરવામાં આવશે નહીં. આ ભલામણો કીથ કેલાગ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ સંપૂર્ણપણે વર્લ્ડ વૉર બાદ જર્મની સાથે કરવામાં આવેલા કરાર જેવો જ છે.

આ પણ વાંચોઃ યુક્રેનમાં ભારતની ફાર્મા કંપનીનું ગોડાઉન મિસાઈલ એટેકમાં નષ્ટ, કીવે કટાક્ષમાં કહ્યું - આ કેવી મિત્રતા?

ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ

અમેરિકાએ થોડા દિવસ પહેલાં જ સઉદી અરબમાં રશિયન ડેલિગેશન સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન અમેરિકાએ રજૂ કરેલા પ્રસ્તાવમાં કહ્યું હતું કે, પહેલાં શરૂઆતના 30 દિવસ માટે અસ્થાયી રૂપે સીઝફાયર લાગુ થવુ જોઈએ. જો કે, રશિયાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. રશિયાએ જણાવ્યું હતું કે, જો યુદ્ધવિરામ કરવુ હોય તો સંપૂર્ણપણે થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી પશ્ચિમી દેશો સાથે NATOમાં સામેલ થવા માગતા હોવાથી રશિયા તેની સાથે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે. 

અનેક લોકોએ જીવ ગુમાવ્યા

રશિયાએ યુદ્ધમાં યુક્રેનના 20 ટકા વિસ્તાર પર કબજો મેળવી લીધો છે. જેમાં સૌથી વધુ પૂર્વીય વિસ્તાર સામેલ છે. લાખો લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ સ્પષ્ટતા નથી થઈ કે, સીઝફાયરની યોજના આગળ વધશે કે નહીં. પરંતુ યુક્રેન અધિકારી તેની વિરૂદ્ધમાં છે.

...તો યુક્રેનના બે ટુકડાં કરી નાખવાનું કાવતરું? જાણો ટ્રમ્પ-પુતિનના સિક્રેટ પ્લાનની વિગતો 2 - image

Tags :