Get The App

'પક્ષી ટકરાવાથી નહીં, રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન', અઝરબૈજાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
'પક્ષી ટકરાવાથી નહીં, રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન', અઝરબૈજાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન 1 - image


Azerbaijan Airlines Crash News: અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રવિવારે દાવો કર્યો કે, કઝાકિસ્તાનમાં હાલમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા, આ વિમાન દુર્ઘટના પક્ષી ટકરાવાના કારણે નહીં, પરંતુ રશિયાની જમીનથી ફાયરિંગના કારણે બની હતી. 

'રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન'

સમાચાર એજન્સી રોયટર્સે અઝરબૈજાનના સરકારી ટેલીવિઝનના હવાલાથી જણાવ્યું કે, વિમાન પર રશિયા દ્વારા હુમલા કરાયા હતા, પરંતુ તેમણે આ જાણીજોઈને નહોતા કર્યા. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવે આ ઘટના પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તેમણે રશિયા પર ઘણાં દિવસો સુધી આ મુદ્દાને દબાવી રાખવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. રશિયામાં દુર્ઘટનાના કારણો અંગે ખોટી વાતો ફેલાવીને સત્ય દબાવવાનો પ્રયાસ કરનારની ટીકા કરી.

આ પણ વાંચો: 'આ મારા અંતિમ શબ્દ છે', દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના પહેલા મુસાફરે પરિવારને મોકલ્યો હતો સંદેશ

અલીયેવે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, રશિયામાં કેટલાક હલકાઓએ અઝરબૈઝાન એરલાઈન્સના વિમાનની દુર્ઘટના પાછળના સત્યને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ખોટી વાતો ફેલાવાઈ રહી હતી.


પુતિને માફી માગી હતી

અઝરબૈઝાનના રાષ્ટ્રપતિની આ ટિપ્પણી વ્લાદિમીર પુતિન દ્વારા દુર્ઘટના માટે માફી માગવાના એક દિવસ બાદ આવી છે, તેમણે આને 'દુઃખદ ઘટના' કહી જે રશિયાના હવાઈ ક્ષેત્રમાં બની હતી, જ્યાં યુક્રેનના ડ્રોનના જવાબમાં રશિયાની એ સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે, 'વ્લાદિમીર પુતિને રશિયાના હવાઈ ક્ષેત્રમાં બનેલી દુઃખદ ઘટના માટે માફી માગી અને એકવાર ફરી પીડિતોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. આ સાથે ઈજાગ્રસ્તોના જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી.'

આ પણ વાંચો: એક પક્ષીના કારણે 179 લોકોના થયા દર્દનાક મોત? દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનાનો નવો VIDEO

ભૂલથી રશિયાની મિસાઈલ છોડવામાં આવી

ક્રેમલિનના અનુસાર, યુક્રેનના ડ્રોન હુમલાના કારણે ગ્રોઝ્નીની નજીક રશિયન એર ડિફેન્સ સિસ્ટમ ફાયરિંગ કરી રહી હતી. તે સમયે ગ્રોઝ્ની, મોજદોક અને વ્લાદિકાવ્કાઝ પર યુક્રેન દ્વારા હુમલા કરાઈ રહ્યા હતા અને એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ફાટા હવાઈ દુર્ઘટનાના થોડા દિવસો બાદ અઝરબૈજાન એરલાઈન્સે કહ્યું કે, 'વિમાન દુર્ઘટના બહારના ભૌતિક અને ટેક્નિકલી હસ્તક્ષેપના કારણે બની હતી.' રોયટર્સના સૂત્રોના અનુસાર, રશિયન મિસાઈલ વિમાન પર ભૂલથી છોડવામાં આવી હતી.

25 ડિસેમ્બરે બની હતી દુર્ઘટના

અઝરબૈજાન એરલાઈન્સનું એમ્બ્રેયર-190 ક્રિસમસના દિવસે એટલે કે 25 ડિસેમ્બરે કાકેશસમાં રશિયન શહેર ગ્રોઝ્ની માટે બાકૂથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તેને ડાયવર્ટ કરવામાં આવ્યું અને કઝાકિસ્તાનના અક્તાઉમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા અને 29 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.



Google NewsGoogle News