અમેરિકાના કેનસાસમાં ગોળીબાર, પરેડ દરમિયાન મચી અફરા-તફરી, 1નું મોત, 22 લોકો ઘાયલ
image : Twitter |
Kansas City Parade Firing | અમેરિકાને જાણે ગન કલ્ચર ભારે પડી રહ્યું હોય તેમ એક પછી એક ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે. આ વખતે મિસૌરીના કેનસસ સિટીમાં ગોળીબારની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ મૃત્યુ પામી તો અન્ય 22 લોકો ઘવાયા હતા. ઘાયલોમાં 9 તો બાળકો જ છે.
ચિફ્સ સુપર બાઉલ પરેડ બાદ ગોળીબારની ઘટના બની
એક અહેવાલ અનુસાર ગોળીબારની આ ઘટના કેનસસ સિટીમાં ચિફ્સની સુપર બાઉલ જીત બાદ યોજવામાં આવેલી પરેડ બાદ બની હતી. જેમાં એક વ્યક્તિ મૃત્યુ પામી અને બે ડઝન જેટલાં લોકો ઘવાયા હતા.
બે હથિયારધારીઓની ધરપકડ
કેનસસ સિટી મિસૌરીના પ્રમુખ સ્ટેસી ગ્રેવ્સે આ માહિતી આપી હતી. પોલીસ વિભાગે કહ્યું કે યુનિયન સ્ટેશનની આજુબાજુ આ ઘટના બની હતી. જેના બાદ પોલીસે બે હથિયારધારીઓની ધરપકડ કરી હતી. કેનસસ પોલીસના પ્રવક્તા જેક બેચિનાએ કહ્યું કે બુધવારે આયોજિત સમારોહમાં લગભગ દસ લાગ પરેડગોર્સ અને 600 સુરક્ષા અધિકારીઓ સામેલ થવાની આશા હતી.