DNC સ્ટેજ પર કમલાનો ચક્રવાત કારકિર્દીનું સૌથી લાંબું ભાષણ આપ્યું
- જો અને જિલ બાયડેનની ભારોભાર પ્રશંસા કરી
- ટ્રમ્પ પર પ્રહારો કર્યા : યુક્રેન અને ઈઝરાયેલને સંપૂર્ણ સાથ માટે મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવી
શીકાંગો : વિશ્વની સૌથી સમર્થ અને સૌથી સમૃદ્ધ મહાસત્તા અમેરિકાનાં પ્રમુખપદ માટેનું ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (ડીએનસી)નું નામાંકન સ્વીકારતાં કમલા હેરિસ સ્ટેજ ઉપર ચક્રવાતની જેમ ફરી વળ્યાં હતાં.
તેઓએ ભાષણના પ્રારંભે જ પ્રમુખ બાયડેનનો તેઓને પ્રમુખપદની ચૂંટણીમાં સ્પર્ધક તરીકે રાખવા માટે હૃદયપૂર્વકનો આભાર માનવા સાથે ફર્સ્ટ લેડી જીલ બાયડેને દર્શાવેલા સ્નેહ માટે પણ આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું અને ડાઉગ (તેઓના પતિ) પાસે તમોએ દર્શાવેલી મમતા માટે આભાર વ્યક્ત કરવા શબ્દો નથી.
આ સાથે તેઓએ પ્રમુખ બાયડેનને એક અસામાન્ય વિભૂતિ તરીકે દર્શાવતાં કહ્યું હતું કે, તેઓને લીધે જ આ રાત્રીએ (૨૨મીની રાત્રીએ) હું આ સ્ટેજ ઉપર આવી શકી છું. હું અને ડાઉગ જીવનભેર તમારા ઋણી રહીશું. અમે બંને તમોને પ્રેમ કરીએ છીએ તમારા બંનેના આભારી છીએ.
આ કન્વેન્શન શરૂ થયું તે પૂર્વે જિલ બાયડેને તેઓ સાથે રેમફોન ઉપર વાત પણ કરી હતી, તે પછી 'x' પર કરેલા પોસ્ટમાં બાયડેને ભારપૂર્વક કહ્યું હતું કે 'કમલા અને ટીમ આગામી પેઢીઓને ઉત્સાહિત કરતાં રહેશે. અને આપણને ભવિષ્ય તરફ લઈ જશે.'
પોતાના પ્રવચનનાં પ્રારંભ તેઓએ પ્રમુખપદ માટે તમો સર્વેએ સૂચિત કરતાં મારા નામનો હું સ્વીકાર કરૃં છું. કહ્યું ત્યારે પક્ષના ઉપસ્થિત તમામ સભ્યોએ તેઓને તાળીઓના ગડગડાટ અને હર્ષનાદોથી વધાવી લીધા હતા. આ નામાંકન સ્વીકારતાં તેઓએ વચન આપ્યું કે, 'હું પ્રમુખપદે આવીશ તો તે તમામ અમેરિકનો માટે આવીશ તમો વિશ્વાસ રાખજો કે હું હંમેશાં દેશને જ પાર્ટી તેમજ મારાથી પણ ઉપર રાખીશ.'
મૂળભૂત રીતે સ્થાનિક અને સ્ટેટનાં પબ્લિક પ્રોસીક્યુટર તરીકે રહેલાં કમલા હેરીસે કહ્યું, 'હવેની મારી કારકિર્દીમાં એક જ અસીલ રહેશે તે અમેરિકાની જનતા.' હું એક તળપદી અને વ્યવહારૂ વ્યક્તિ છું. હું માનું છું કે પ્રમુખ એવા હોવા જોઈએ કે જેઓ નેતૃત્વ આપી શકે, સાથે સાંભળે પણ ખરા.
આ સાથે પોતાના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં તેઓએ કહ્યું, તેઓ કોઈ ઠરેલ વ્યક્તિ નથી, જાન્યુઆરી ૬ ના દિવસે ટ્રમ્પે જગાવેલા તોફાનોની ઉગ્ર ટીકા કરતાં કમલાએ કહ્યું હતું કે, તે તોફાનો અત્યંત ગંભીર હતાં, તે જોતાં સ્પષ્ટ થઈ જાય છે કે ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં ફરી બેસાડવામાં પરિણામો અત્યંત ગંભીર હશે.
ટ્રમ્પ અંગે આગળ કહ્યું, 'પ્રમુખ તરીકે મળતાં 'રક્ષા-કવચ' અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પ બીજી વખત પણ પ્રમુખપદે ચૂંટાય છતાં તેમને કોઈ માડચો રક્ષી શકે તેમ લાગતું નથી.'
વર્તમાન પ્રવાહમાં યુક્રેન અને હમાલ-ઈઝરાયલનાં યુદ્ધો કેન્દ્ર સ્થાને છે તે માટે કમલા હેરિસે સ્પષ્ટત: કહ્યું હતું કે જો તેઓ પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા થશે, તો અમેરિકાના પ્રમુખ તરીકે હું યુક્રેન અને આપણા 'નાટો' સાથીઓ તરફે જ ઉભી રહીશ અને ઈરાન તથા ઈરાનથી પુષ્ટિ પામેલા હમાસ કે અન્ય કોઈ આતંકી જૂથ સામે લડવામાં ઈઝરાયલને સંપૂર્ણ સહાય કરીશ.