Get The App

કમલાને ભારે પડ્યાં મુસ્લિમો, ઈઝરાયલ સાથે છે કનેક્શન! બાઈડેન સરકારની નિષ્ક્રિયતા નડી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
કમલાને ભારે પડ્યાં મુસ્લિમો, ઈઝરાયલ સાથે છે કનેક્શન! બાઈડેન સરકારની નિષ્ક્રિયતા નડી 1 - image


Image: Facebook

US Presidential Election: અમેરિકાના રાજકારણમાં મિશિગન પ્રાંતને મહત્વનું માનવામાં આવે છે. સામાન્યરીતે મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીને જ સમર્થન મળતું રહ્યું છે, પરંતુ આ વખતે તસવીર ઉલટી છે. અત્યાર સુધીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યાં છે જ્યારે કમલા હેરિસ પાછળ છે. અત્યાર સુધી જે વોટની ગણતરી થઈ છે. તે અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને 52.3 ટકા વોટ મળ્યા છે, જ્યારે કમલા હેરિસને લગભગ 46 ટકા વોટ મળ્યા છે. રિપબ્લિકન પાર્ટીના લીડર ડોનાલ્ડ ટ્રમ્પને 17,31,128 મત અત્યાર સુધી મળ્યા છે. કમલા હેરિસના ખાતામાં 15,21,081 વોટ જ મળી શક્યા છે. આ રીતે ડેમોક્રેટિક પાર્ટી પોતાનો એક ગઢ ગુમાવી શકે છે.

ડેમોક્રેટિક પાર્ટીની આ સ્થિતિ માટે મુસ્લિમ વોટને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. મિશિગન પ્રાંતમાં મોટી સંખ્યામાં મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકી લોકો રહે છે, જેને MENA વંશી કહેવામાં આવે છે. આ લોકોમાં લગભગ 2 લાખ અમેરિકી મુસ્લિમ વોટર સામેલ છે. આ લોકોએ ગત દિવસોમાં આંદોલન કર્યુ હતુ અને ડેમોક્રેટિક પાર્ટીનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો બાઈડન ગાઝામાં સીઝફાયર કરાવી શક્યાં નહીં અને તે ઈઝરાયલને પ્રોત્સાહન આપી રહ્યાં છે. એશિયા, આફ્રિકા અને બ્લેક અમેરિકી આ મુસ્લિમોએ કહ્યું હતું કે આ સ્થિતિ રહી તો અમે ચૂંટણીમાં પાર્ટીનું સમર્થન કરીશું નહીં. હેરિસને ઉમેદવાર બનાવ્યા બાદ પણ આ લોકોએ કહ્યું હતું કે અમે સાથ આપીશું નહીં. 

આ પણ વાંચો: 'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાના લોકોને પહેલું સંબોધન

દરમિયાન જે પરિણામ આવી રહ્યાં છે, તેને જોઈને લાગે છે કે આનું જ નુકસાન કમલા હેરિસને થયું છે. આ મુસ્લિમોએ રસ્તા પર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે બાઈડન તંત્ર મુસ્લિમોનો નરસંહાર રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી અમે ડેમોક્રેટ્સનું સમર્થન કરીશું નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે હું યુદ્ધના પક્ષમાં નથી અને તેને અટકાવીશ. 

માનવામાં આવી રહ્યું છે કે તેમના આ વચનના કારણે મુસ્લિમોના વોટ અમુક હદ સુધી રિપબ્લિકનને ગયા છે. મુસ્લિમ નેતાઓમાં પણ સમાન મત હતો. દર વખતની જેમ ડેમોક્રેટ્સને ખુલીને સમર્થન નહોતું. 

પહેલેથી એ વાતની અટકળો લગાવાઈ રહી હતી કે ભારતીય-અમેરિકી, મુસ્લિમ અને આફ્રિકી અમેરિકી આ વખતે મિશિગનમાં રિપબ્લિકન્સનું સમર્થન કરી શકે છે. જેના કારણે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ ફાયદામાં નજર આવી રહ્યાં છે. મિશિગન અમેરિકાના તે 7 રાજ્યોમાંથી એક છે, જ્યાં ટાઈટ ફાઈટ છે. અહીંના પરિણામ સમગ્ર ચૂંટણીની તસવીર જ બદલવાનો દમ રાખે છે. મિશિગનમાં ઈલેક્ટ્રોરલ કોલેજની સંખ્યા 15 છે. 


Google NewsGoogle News