Get The App

...તો અમેરિકાના મહત્ત્વના રાજ્યોમાં કમલાની જીત થઇ? ABCએ ભૂલથી પરિણામો જાહેર કર્યા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
...તો અમેરિકાના મહત્ત્વના રાજ્યોમાં કમલાની જીત થઇ? ABCએ ભૂલથી પરિણામો જાહેર કર્યા 1 - image


- ABCએ પછીથી માફી માગી સાથે કહ્યું એ અસમંજસ હતું, હવે આવું નહીં થાય

વોશિંગ્ટન : ABC સંલગ્ન ડબલ્યુ અને ઇપી ટીવીએ ભૂલથી પરિણામો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ઉપપ્રમુખ કમલા હેરિસ પેન્સિલવેનિયામાં વિજયી થયા છે.

અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પરિણામો આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તે ચેનલનાં ગ્રાફિકસે જણાવી દીધું હતું કે કમલાને 52% મત મળે છે જયારે ટ્રમ્પને 47 ટકા મત મળ્યા છે.

આ સમાચારે તેણે ફોર્મ્યુલા-1 મેક્ષિકો ગ્રાન્ડ પ્રીના પ્રસારણ સમયે રવિવારે વચ્ચેથી આપી દીધા હતા.

આમ ઓન લાઇન કોન્સ્પીરસી (ષડયંત્ર) થાય છે અને નેટવર્ક અંગે પણ ટીકાઓની ઝડી વરસી હતી. જો કે પછીથી એબીસીએ આ ભૂલ અંગે માફી માગી હતી અને કહ્યું હતું કે, હવે થી આવું નહીં થાય.

આ ભૂલ થવાનું કારણ પણ દર્શાવતા ડબલ્યુ.એન.ઇ.પી.- ટીવીએ જણાવ્યું હતું કે, આ આંકડાઓ વાસ્તવમાં કોઈ નિશ્ચિત આયોજન સિવાય જ અહીં તહીથી પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ખરેખરી મત ગણતરીના આધારે નહીં.

એબીસીએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, વાસ્તવમાં તે સ્ક્રીન ઉપર રજૂ કરવાના જ ન હતા. પરંતુ ભૂલથી રજૂ થઈ ગયા છે.

કેટલાક ડેમોક્રેટસ અને કમલા તરફીઓ કહે છે, આશા રાખીએ કે તે આંકડા સાચા પડે.


Google NewsGoogle News