Get The App

ટ્રમ્પને બદલે કમલા હેરિસ જીતે તે અમેરિકાનાં અર્થતંત્ર માટે શ્રેષ્ઠ છે : ગોલ્ડમેન શાસ્ચ્ચ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પને બદલે કમલા હેરિસ જીતે તે અમેરિકાનાં અર્થતંત્ર માટે શ્રેષ્ઠ છે : ગોલ્ડમેન શાસ્ચ્ચ 1 - image


- ટ્રમ્પની ઘણીએ સૂચિત નીતિઓ વિકાસ રૃંધનારી બની રહે તેમ છે, ટેરીફ ઊંચે લઇ જવાના, વસાહતીઓ રોકવાના નિયમો, અવરોધરૂપ બનશે

ન્યુયોર્ક : વિશ્વના મોટાભાગના દેશોનાં અર્થતંત્રો ઉપર સતત નજર રાખી તેનું વિશ્લેષણ કરી નીચોડ આપનારી સંસ્થા ગોલ્ડમેન શાસ્ચ્ચે, ૨૦૨૪ની અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી અંગે સ્પષ્ટ તારણ આપ્યું છે કે ટ્રમ્પને બદલે કમલા હેરિસ પ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી બને તો તે અમેરિકા માટે શ્રેષ્ઠ બની રહેશે. અમેરિકાનાં અર્થતંત્ર માટે પણ શ્રેષ્ઠ બનશે.

આ વિશ્લેષક સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં રીપબ્લિકન્સની બહુમતી અને બીજી તરફ પૂર્વ પ્રમુખ જો બીજી વખત પણ અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાશે તો અમેરિકાનો આર્થિક વિકાસ દર ઘટી જશે. કારણ કે તેઓએ વસાહતીઓ ઉપર સંખ્યાની દ્રષ્ટિએ અંકુશ મુકવા તેમજ ચીન જેવા દેશોમાંથી કરાતી આયાતો ઉપર ટેરીફ વધારવાનો નિર્ણય વિકાસ રૃંધનારો બની રહેશે. આથી રચનાત્મક આર્થિક ધબકાર નિર્બળ બની રહેશે.

આ વિશ્લેષક સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે જો ડેમોક્રેટસ ચૂંટણીમાં સપાટો બોલાવશે અને કમલા હેરિસ પ્રમુખદે આવશે તો વધુ સરકારી ખર્ચ થશે તેથી મધ્યમ વર્ગને સ્પષ્ટ લાભ થશે. તેથી ઊંચા કોર્પોરેટ ટેક્ષને લીધે થનારાં ઓછાં મૂડી રોકાણથી થતું નુકસાન સરભર થઇ જશે. બીજી તરફ સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. તેથી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને પુષ્ટિ મળશે.

ગોલ્ડમેન શસ્ચ્ચ વધુમાં જણાવે છે કે હેરિસનાં શાસનકાળ દરમિયાન દર મહિને ૧૦,૦૦૦ નવા રોજગારો ઉભા થવાની સંભાવના છે. હેરિસની આર્થિક યોજના, કાર્યરત કુટુમ્બોને સમર્થન આપનારી છે. તેઓએ ચાઈલ્ડ ટેક્ષ ક્રેડિટ વધારી લૉ-ટુ-મિડલ ઇન્કમ ફેમિલીઝને દરેક બાળક દીઠ ડોલર ૬,૦૦૦ની ક્રેડિટ આપવા જણાવ્યું છે. તેમજ પ્રિસ્ક્રીપ્શન ડ્રગ્સ (દવાઓ), કરિયાણાની કિંમત ઘટાડવા તથા બાંધકામ ક્ષેત્રે વૉલ સ્ટ્રીટ (સટ્ટાબજાર)નો હસ્તક્ષેપ ઘટાડવા વચન આપ્યું છે.

ગોલ્ડમેને કમલાનાં તે વચનને સમર્થન આપતાં કહ્યું છે કે તેઓ દર મહીને ૧૦,૦૦૦ નવી રોજગારી (નોકરી-ધંધા) ઉભા કરી શકશે તેમ છે. આ આંક ટ્રમ્પના ૪ વર્ષમાં શાસન સમયે ઉભા કરાયેલી ૩૦,૦૦૦ રોજગારી કરતાં ઘણો વધુ છે. હેરિસનાં નેતૃત્વ નીચે કર્મચારી અને કામદારોની સંખ્યા વધવાની જ છે પછી ભલે તે ટ્રમ્પની સંભવિત નીતિઓ કરતાં ધીમી ગતિએ વધે પરંતુ તે વધારો સતત રહેવા સંભવ છે.

ટ્રમ્પની આર્થિક નીતિઓ પ્રમાણે દરેક આયાત ચીજો ઉપરના આયાત કરમાં ૧૦ ટકા વધારો થવાનો છે. તેવી દલીલ કરવામાં આવે છે. આથી, ૨૦૧૭માં તેમણે મુકેલો ટેક્ષક્ટ સરભર થઇ જશે. તેમ પણ કહેવાયું છે પરંતુ, તે સંભવિત લાગતું નથી.

ઘણા વિશ્લેષણકારો કહે છે કે ટ્રમ્પ ચીનથી થતી આયાતો પર ફરી આયાતકર નાખવા માગે છે. તેથી ચીનથી આયાત થતાં ઇલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ૧૦૦ ટકા વધારો કરવા સાથે ચીનથી થતી અન્ય આયાતો ઉપરના આયાત કરમાં પણ ૪૦ ટકા વધારો કરવા ટ્રમ્પે કહ્યું છે, પરંતુ તેથી અર્થતંત્રને ફાયદો થવાને બદલે નુકસાન વધુ થશે તેવા ગોલ્ડમેન શાસ્ચ્ચનું મંતવ્ય છે.


Google NewsGoogle News