ટ્રમ્પ સામે હારનારા કમલા હેરિસ યુએસના પ્રેસિડેન્ટ બની શકે છે. જાણો શું છે આખો મામલો
બાઇડને રાજીનામુ આપીને કમલાને બાકી ટર્મ સોંપવાની માંગ
ટુંકા સમય માટે પણ અમેરિકાને પ્રથમવાર મહિલા પ્રેસિડેન્ટ મળી શકે
ન્યૂયોર્ક,૧૨ નવેમ્બર,૨૦૨૪,મંગળવાર
અમેરિકાની રસપ્રદ ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની બંપર જીત જયારે ડેમોક્રેટસ ઉમેદવાર કમલા હેરિસને હાર ખમવી પડી છે. કમલા હેરિસ જો રાષ્ટ્રપતિની ચુંટણી જીત્યા હોતતો તે યુએસના પ્રેસિડેન્ટ બનનારા પ્રથમ મહિલા તરીકેનું ગૌરવ ધરાવતા હોત. ટ્રમ્પે અગાઉ ૨૦૧૬માં મહિલા ઉમેદવાર હિલેરી કિલન્ટનને પણ હરાવ્યા હતા.
ટ્રમ્પ બે વાર પ્રેસિડેન્સિયલ ઇલેકશન જીત્યા છે જેમાં બંને વાર પ્રતિ સ્પર્ધી ઉમેદવાર મહિલા હતા. કમલા હેરિસ હારવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવાની માંગ ઉઠી છે .સત્તાધારી ડેમોક્રેટસ પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ માને છે કે રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના બચેલા કાર્યકાળમાં રાજીનામું આપીને કમલા હેરિસને પ્રેસિડેન્ટ બનાવવા જોઇએ.
ઉપ રાષ્ટ્રપતિના પૂર્વ સંચાર નિર્દેશક જમાસ સિમંસ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં સકારાત્મક મેસેજ જશે. સિમંસે ગત રવિવારે એક ટોક શોમાં નિવેદન આપ્યા પછી સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી કે જો બાઇડનનો કાર્યકાળ સારો રહયો છે પરંતુ એક છેલ્લો વાયદો જે પુરો કરવો જોઇએ. હવે પછીના ૩૦ દિવસોમાં તેમણે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપીને કમલા હેરિસને અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવા જોઇએ.
ડેમોક્રેટસ પાર્ટીના અન્ય એક નેતા એન્ડી ઓસ્ટ્રોયે પણ જમાલ સિમંસ સાથેની વાત સાથે ૧૦૦ ટકા સંમતિ વ્યકત કરી હતી. કમસે કમ અઢી મહિના માટે પણ અમેરિકાને એક મહિલા રાષ્ટ્રપતિ મળશે. ઓવલ ઓફિસમાં એક મહિલા અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા રાષ્ટ્રપતિ પદે આરુઢ કરીને ઇતિહાસ સર્જવાનો મોકો છે.