ભારતમાં નાના-નાની સાથે ફરતા ગયા હોવાની યાદો કમલા હેરિસ તાજી કરે છે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ભારતમાં નાના-નાની સાથે ફરતા ગયા હોવાની યાદો કમલા હેરિસ તાજી કરે છે 1 - image


- ગ્રાન્ડ પેરેન્ટસ ડેના દિવસે કમલા સ્મરણોમાં સરી ગયા

- સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા માટે મારા નાનાએ વહેલી નિવૃત્તિ લીધી : રણશિંગુ લઇને નાનીમા મહિલા ઉત્કર્ષ, સંતતિ નિયમનનો પ્રચાર કરતાં હતાં

વોશિંગ્ટન : ભારતીય વંશમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસે નેશનલ ગ્રાન્ડ પેરન્ટસ-ડેના દિવસો તેઓના માતામહ અને માતામહી (નાના-નાની)ની યાદ તાજી કરી હતી. તેઓએ કહ્યું હું જ્યારે નાની હતી ત્યારે મારા નાના મને દૂર સુધી ફરવા લઈ જતાં હતાં. તેઓ તે વડીલો હતાં કે જેઓ પછીની પેઢીનું ઘડતર કરતાં હતા. સાથે તેને પ્રોત્સાહિત પણ કરતા હતાં. તેઓએ કહ્યું, હું જ્યારે નાની હતી ત્યારે મારા માતામહ મને સવારમાં ફરવા લઈ જતા હતા, ત્યારે તેઓ મને સમાનતા માટે સંઘર્ષ આપવા અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ગહન રીતે સમજાવતા હતા. તેઓ એક વરિષ્ટ સિવિલ સર્વન્ટ હતા. પરંતુ બ્રિટિશ- સરકાર સામે ચાલેલા સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાવા તેઓએ વહેલી નિવૃત્તિ લીધી હતી. તેમ હેરિસે તેઓના પોસ્ટ ઠ ઉપર જણાવ્યું હતું.

પોતાના માતામહી (નાની)ને સ્મરતા કમલા હેરિસે કહ્યું હતું કે, તેઓ હાથમાં રણશિંગુ લઈને ભારતભરમાં ઘૂમ્યા હતા. દરમિયાન તેઓએ સતત મહિલા ઉત્કર્ષ અને સંતતિ નિયમનનો પ્રચાર કર્યો હતો. વિશેષત: સંતતિ-નિયમન અંગે તેઓ મહિલાઓને સમજાવતા હતા. પોતાના નાના-નાનીનાં સ્મરણોમાં સરી જતા અમેરિકાના ઉપપ્રમુખે કહ્યું હતું કે, મારા નાના-નાનીની જાહેર સેવા અને ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા મારા સુધીમાં વહી રહી છે.

આ સાથે તેઓએ પ્રત્યેક દાદા-દાદી અને નાના-નાનીને આગામી પેઢીનું જીવન ઘડવા અને તેઓના પ્રેરણા-સ્ત્રોત બની રહેવા માટે દરેક વડીલોને હેપ્પી ગ્રાન્ડ પેરન્ટસ ડે કહી વંદન સહિત અભિનંદનો પાઠવ્યા હતાં.


Google NewsGoogle News