Get The App

ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસને પણ ચૂંટણી પહેલા આવી ભારતની યાદ, શેર કરી બાળપણની ખાસ તસવીર

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસને પણ ચૂંટણી પહેલા આવી ભારતની યાદ, શેર કરી બાળપણની ખાસ તસવીર 1 - image


Kamala Harris Remembers India : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. ડેમોક્રેટિક પક્ષ તરફથી ઉપપ્રમુખ કમલા હેરિસ અને રિપબ્લિકન પક્ષ તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો થઈ રહ્યો છે. બંન્ને ઉમેદવારો પોતાના પ્રમોશનમાં કોઈ જ કસર છોડી રહ્યા નથી. આ દરમિયાન કમલા હેરિસે તેના બાળપણ અને માતાને યાદ કરતી એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તેની માતા ડૉ. શ્યામલા ગોપાલન હેરિસ પણ જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં કમલા હેરિસ પણ જોવા મળી રહ્યા છે. 

આ પણ વાંચો : યુએસમાં રાષ્ટ્રપતિ બદલાયા બાદ ભારત પર શું પડશે અસર? જાણો અમેરિકન પોલિસીનું ભારત કનેક્શન

મારી માતાએ મને અને મારી બહેનને સન્માન કરવાનું શીખવ્યું છે

તેમણે કહ્યું કે, તેની માતા 19 વર્ષની ઉંમરે ભારતથી અમેરિકા આવી હતી. તેમની હિંમત અને દ્રઢ સંકલ્પના કારણે જ તે કંઈક બની શકી છે. કમલા હેરિસે એક તંત્રીલેખમાં તેમની ભારત યાત્રા અને તેમની માતાને પણ યાદ કર્યા હતા. તેમણે ઓનલાઈન સાઉથ એશિયન પબ્લિકેશન 'ધ જગરનોટ'માં એક આર્ટિકલ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું કે, મારી માતાએ મને અને મારી બહેનને સન્માન કરવાનું શીખવ્યું છે. લગભગ દર વર્ષે અમે દિવાળી ઉજવવા ભારત જતા હતાં અને તે તેના કાકા, કાકી, દાદા દાદી અને ભાઈ-બહેન સાથે ત્યાં સમય પસાર કરતી હતી.



હેરિસ આગળ લખે છે, "ઉપરાષ્ટ્રપતિ તરીકે દિવાળીની ઉજવણી ઘરે કરવી અને મહેમાનોનું સ્વાગત કરવું આ મારા માટે ગર્વની વાત છે. દક્ષિણ એશિયન અમેરિકન ઇમિગ્રન્ટ્સની સંસ્કૃતિ અને વારસો અદ્ભુત છે અને તે અમેરિકા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. મારી માતાના જીવનમાં માત્ર બે જ લક્ષ્ય હતા. એક તેમની દીકરીઓને ઉછેરવાની અને બીજી સ્તન કેન્સરની સારવાર કરાવવાની."

મારા દાદા પાસેથી શીખી છું લોકશાહીના પાઠ

તેમણે કહ્યું કે, તેમના દાદા નિવૃત્ત સરકારી કર્મચારી હતા. તેઓ સવારે ઉઠીને તેમના મિત્રો સાથે ફરવા જતા હતા. કમલા હેરિસ પણ તેની સાથે જતી હતી. આ સમય દરમિયાન તે તેમની પાસેથી ખરાબ તેમજ સારુ શું છે તેના વિશે તેમજ જીત અને લોકશાહી સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળતી હતી. ત્યાંથી તેમણે જાહેર જીવન અને જનતાની સેવા કરવાની ઈચ્છા થઈ હતી. 

આ પણ વાંચો : બાંગ્લાદેશની અવળચંડાઇ શરૂ: આ પડોશી દેશ સાથે મળીને કાપડ નિકાસ મામલે કર્યો મોટો ખેલ

ટ્રમ્પ આવશે તો આર્થિક નીતિઓ નબળી પડશે અને મોંઘવારી વધશે

કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું કે, "તેમના આવવાના પરિણામો ખૂબ જ ગંભીર હશે. તેમના આવવાથી આર્થિક નીતિઓ નબળી પડશે અને મોંઘવારી વધશે અને એક વર્ષમાં મંદી આવશે."

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હિન્દુઓ અને ભારતીયોના વોટનું ખૂબ મહત્વ છે. ત્યારે આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ દિવાળીના અવસર પર કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં હિન્દુઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. વડા પ્રધાન મોદી સાથેના સંબંધોને વધુ મજબૂત કરવામાં આવશે તેમજ કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મ વિરોધી એજન્ટો સામે હિંદુ અમેરિકનોનું રક્ષણ કરવામાં આવશે.


Google NewsGoogle News