કમલા હેરિસ દેશ ભક્તિની એક માત્ર વરણી : ન્યૂયોર્ક ટાઇમ્સે તંત્રી લેખમાં લખ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ બનશે તો વધુ નુકસાન થશે
- 1956માં ન્યૂયોર્ક ટાઇમ્સે રીપબ્લિકન આઈઝનહોવરને સમર્થન આપ્યું હતું પછી કદીએ તેણે રીપબ્લિકન્સને સમર્થન આપ્યું નથી
ન્યૂયોર્ક : ન્યૂયોર્ક ટાઇમ્સનાં એડીટોરિયમ બોર્ડે સોમવારે સર્વાનુમતે કમલા હેરિસને સમર્થન આપ્યું હતું. તે તંત્રી મંડળે કહ્યું : પ્રમુખ પદ માટે ડેમોક્રેટ હેરિસ દેશ ભક્તિની એક માત્ર વરણી બની રહે તેમ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સ્પર્ધામાં તેઓ જ શ્રેષ્ઠ પસંદગી પાત્ર છે.
આમ છતાં આ વિશ્વ વિખ્યાત વર્તમાન પત્રે તેના તંત્રી લેખમાં ચોથા પેરેગ્રાફ સુધી ઉપ પ્રમુખ પદ માટેના સ્પર્ધકનો નામોલ્લેખ જ કર્યો ન હતો. તેને બદલે વચલા પેરેગ્રાફોમાં ટ્રમ્પની અયોગ્યતા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતાં લખ્યું છે કે, તેઓ નૈતિક રીતે તેમજ તેમના સ્વભાવને લીધે પણ પ્રમુખ માટે યોગ્ય નથી. તેમાં વધુમાં લખ્યું છે : આ બહુ સ્પષ્ટ અને હતાશાજનક સત્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદ માટે યોગ્ય નથી. આથી જે મતદારો, આપણા દેશનું હિત ઇચ્છતા હોય અને જેઓ લોકશાહીની સ્થિરતા ઇચ્છતા હોય તેઓએ ટ્રમ્પને ફરી ચૂંટાવા દેવા ન જોઈએ.
આ તંત્રી લેખ પ્રસિદ્ધ થયો તેના આગળના દિવસે તેણે લખ્યું હતું : 'ટ્રમ્પ સિવાય અન્ય કોઈ પણ.'
આ વર્તમાન પત્રના પૂર્તિ વિભાગમાં લખ્યું છે કે, રીપબ્લિકન્સ અમેરિકાના જ્ઞાાનતંતુઓ ઉપર તેની સ્થિરતા ઉપર અને અમેરિકા મૂળભૂત સ્વભાવ ઉપર આક્રમણ કરે છે. આ સાથે, આ સવિસ્તાર તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે, દરેક મતદારને હેરિસ સંપૂર્ણ યોગ્ય ઉમેદવાર લાગ્યા પણ નહીં હોય. વિશેષત: જેઓ આ સરકારની વધુ પાટે ચઢાવવાની નિષ્ફળતાથી હતાશ અને નારાજ હોય, તેઓએ કમલા હેરિસ સંપૂર્ણ યોગ્ય ઉમેદવાર ન પણ લાગે. છતાં અમે સુશ્રી હેરિસનો રેકોર્ડ તેઓના પ્રતિસ્પર્ધીના રેકોર્ડ સાથે સરખાવવા કહીએ છીએ તો જોવા મળશે કે, હેરિસ વિકલ્પ કરતાં પણ વધુ છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે છેલ્લે રીપબ્લિકન્સ ઉમદવાર ડવાઈટ ડી. આઈઝનહોવરને ૧૯૫૬માં સમર્થન આપ્યું હતું તે પછી તેણે રીપબ્લિકન પાર્ટીને કે તેના ઉમદેવારોને સમર્થન આપ્યું નથી.
ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે, આ વખતની ચૂંટણી પરંપરાગત ચૂંટણીઓ કરતાં ઘણી જુદી અને ઘણી વધુ મહત્વની બની રહી છે. આ ચૂંટણીમાં જે દાવ ઉપર છે તે જોતાં તેમ લાગે છે કે હેરિસ ખરેખરા પડકારોનો સામનો કરી રહ્યાં છે તેમ છતાં તેઓ ઓછામાં ઓછું જોખમ લઈ અને અજાણતા પણ થતી ક્ષતિઓ નિવારી આગળ વધી રહ્યાં છે. તેથી બહુ સ્પષ્ટ લાગે છે કે મતદારો હેરિસને ટ્રમ્પના એક સબળ વિકલ્પ તરીકે જુએ છે. તેઓની રણનીતિ પણ તેવી છે કે તે તેઓને છેવટે વિજયી બનાવશે.
આ તંત્રી લેખનાં સમાપનમાં લખવામાં આવ્યું છે કે, ટ્રમ્પ ફરી એક વાર સત્તા ગ્રહણ કરવા માગે છે, પરંતુ તે તેમણે પહેલાં સત્તા ગ્રહણ કરી હતી. તે વખતે થયેલા નુકસાન અને વિભાજન કરતાં પણ આ ફરી એકવારનું તેમનું સત્તા ગ્રહણ વધુ નુકશાન કરતાં અને વધુ વિભાજનકારી બની રહેશે.
કમલ હેરિસ એક માત્ર પસંદગી બની રહ્યાં છે, તે વાક્ય સાથે તંત્રી લેખનું સમાપન કરાયું છે.