Get The App

કમલા-હેરિસની 2011ની ''હીટ એન્ડ રન'' ઘટના રશિયાએ ઉભી કરેલી બનાવટ છે : માઈક્રોસોફટ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
કમલા-હેરિસની 2011ની ''હીટ એન્ડ રન'' ઘટના રશિયાએ ઉભી કરેલી બનાવટ છે : માઈક્રોસોફટ 1 - image


- કમલા-હેરિસ યુક્રેનને જબ્બર સહાય કરવા માગે છે

- 2011માં હેરિસે સાન-ફ્રાંસિસ્કોમાં 13 વર્ષની બાળાને ટક્કર મારતા તેને પક્ષઘાત થયો તે સમાચાર ખોટી માહિતી ફેલાવવા ઉભા કરાયા

વૉશિંગ્ટન : માઈક્રોસોફટે તાજેતરમાં જ કેટલા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૧ માં કમલા હેરિસે ૧૩ વર્ષની બાળાને સાન ફ્રાંસસ્કોમાં મોટરની ટક્કર મારતા, તે બાલિકાને ''પક્ષઘાત'' થઈ ગયો હતો. તે વાત જ મુળભુત રીતે રશિયાએ ઊભી કરેલી છે. વાસ્તવમાં આવી કોઈ ઘટના બની જ ન હતી, પરંતુ રશિયાએ વિડીયો-રીમીક્સ દ્વારા તે ઘટના ઉભી કરી સોશ્યલ પ્લેટફોર્મ પર વહેતી મુકી હતી.

આમ કરવા પાછળનો રશિયાનો હેતુ કમલાની પ્રતિષ્ઠા તોડવાનો હશે, કારણ કે તેઓ યુક્રેનને જબરજસ્ત સહાય કરવાના મતના છે. તેવું નિરીક્ષકોનું કહેવું છે.

આ ઘટના અંગે સંશોધન કરનારાઓએ જણાવ્યું હતું કે આ ઉભા કરેલા વિડીયો માટે એક બાલિકાને પૈસા આપવામાં આવ્યા હતા. જેણે કહેવાતા 'વિક્ટિમ'નો પાઠ ભજવ્યો હતો. પછી તે સાન ફ્રાન્સિસ્કો સ્થિત એક ઉભા કરાયેલા ''કેબીએસએફટીવી'' નામના ન્યુઝ માઉલેટમાં જણાવ્યું હતું. આ કાર્યવાહીને માઈક્રોસોફટે ''સ્ટોર્મ-૧૫૧૬'' તેવું નામ આપ્યું છે. તેમાં કેરિલનની સ્પષ્ટ ભુમિકા દર્શાવવામાં આવી છે.

રશિયાની આ કાર્યવાહી દર્શાવે છે કે નવેમ્બર-૫ ની અમેરિકાના પ્રમુખ પદની ચુંટણી ઉપર રશિયા તેનો પ્રભાવ પાડવા માગે છે.

રશિયા ઉપર કરાયેલા આ આક્ષેપો અંગે અહીંની રશિયન એમ્બસીના પ્રવક્તાએ કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

માઈક્રોસોફટે મંગળવારે જણાવ્યું હતું કે હકીકતમાં પ્રમુખ જો બાયડન પ્રમુખ પદની ચુંટણીમાં ઉભા રહેવાના હતા. ત્યારથી જ રશિયાએ આ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તે પછી ઉપપ્રમુખ હેરિસ અને તેઓના સાથી ગવર્નર વાલ્ઝ, પ્રમુખ, ઉપપ્રમુખ પદની ચુંટણીમાં ઉતર્યા. તે પછી રશિયાએ તેઓ તરફ ''તોપના નાળચાં'' ફેરવ્યા છે.

''હીટ એન્ડ રન કમલા'' નામક ''હેસ્ટેગ''નો ઉપયોગ કરી, ઠ  સહિત સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર આ કહેવાતી ડ્રાઈવિંગ ઘટના પ્રસારવામાં આવી. તે માટે કેબીએસએફટીવી માટે એક વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી હતી.

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના જસ્ટિસ ડીપાર્ટમેન્ટે રશિયન સ્ટેટ મિડીયા નેટવર્ક આર.ટી.ના બે કર્મચારીઓ ઉપર ''મની-લોન્ડરિંગ''ના આરોપો મુક્યા હતા. તેઓનું કાર્ય કોઈ અમેરિકન કંપની શોધીને તેને એવી ઓનલાઈન વિગતો સોશ્યલ મીડીયા પર વહેલી મુકવા જણાવ્યું હતું કે જેની અમેરિકાના પ્રમુખ પદની ચુંટણી ઉપર સીધી અસર પડે.


Google NewsGoogle News