Get The App

પ્રી-પોલ સર્વેમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતાં 2 પોઇન્ટ આગળ : કમલા 44 : ટ્રમ્પ 42 પોઇન્ટ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
પ્રી-પોલ સર્વેમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતાં 2 પોઇન્ટ આગળ : કમલા 44 : ટ્રમ્પ 42 પોઇન્ટ 1 - image


- 78 વર્ષના ટ્રમ્પ કરતાં મતદારોને 59 વર્ષના હેરિસ વધુ પસંદ છે

- ટ્રમ્પે રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમદવાર તરીકેની વરણી સ્વીકાર્યા પછી બે દિવસે વિવિધ ચેનલોનું હાલનું તારણ

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદની સ્પર્ધામાં ભારતીય વંશના કમલા હેરિસ તેઓના રીપબ્લીકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતા લોકપ્રિયતામાં ૨ પોઇન્ટ આગળ છે. રવિવારે વિવિધ સમાચાર સંસ્થાએ હાથ ધરેલા પ્રિ-પોલ સર્વે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ તરફે ૪૨ ટકા મતદારો છે, જયારે ૪૪ ટકા મતદારો કમલા હેરિસને પસંદ કરે છે.

આ પૂર્વે ગત સપ્તાહે યોજાયેલા પ્રી પોલ સર્વેમાં ૫૯ વર્ષના હેરિસ ૭૮ વર્ષના ટ્રમ્પ બંનેને ૪૪-૪૪ ટકા મતદારોનો ટેકો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ જો બાયડેને કમલાની ભારોભાર પ્રશંસા કર્યા પછી આ સપ્તાહે બાયડેન કરતા બે પોઇન્ટ આગળ નીકળી ગયા હતા.

રીપબ્લિકન પાર્ટીએ તેના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રમુખ પદના પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પને પસંદ કર્યા પછી બે દિવસે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

મહત્વની વાત તો તે છે કે બાયડેને ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધા પછી ડેમોક્રેટસમાં થોડુ અસમંજસ દેખાતુ હતું. પરંતુ પોતાના સ્થાને પોતાના જ ઉપપ્રમુખ તરીકે ગણનાપાત્ર સેવા આપવા માટે જો બાયડેને કમલાની ભારોભાર પ્રશંસા કર્યા પછી પ્રવાહ બદલાયો હતો.

પીબીએસ ન્યૂઝ/ એનમીયાર/ અને મેરિસ્ટે સોમવારે હાથ ધરેલી પ્રી-પોલ સર્વેમાં પહેલા તો ટ્રમ્પ ૪૬ ટકા સાથે, ૪૫ ટકા મતદારોનો ટેકો ધરાવતા કમલા કરતાં ૧ પોઇન્ટ આગળ હતા. તે પછીના સર્વેમાં બંને ૪૨-૪૨ ટકા સાથે સમાન સ્તરે રહ્યા હતા. પરંતુ બાયડેને કમલાને આપેલા ટેકાએ બાજી ફેરવી છે.

પીબીએસ ન્યૂઝમાં જણાવે છે કે, પ્રમુખ પદની રેસમાંથી ખસી જવાના બાયડેનના નિર્ણયને ૭૮ ટકા અમેરિકન્સે વધાવી લીધો છે. તેમને બાયડેન પ્રત્યે માન વધ્યું છે અને બાયડેન જ તેઓને બદલે ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમદવાર તરીકે કમલાને પસંદ કરતા કમલા તરફ મતદારો ઢળ્યા છે.


Google NewsGoogle News