કમલા-બાઈડેને અમેરિકા અને વિશ્વભરમાં હિન્દુઓની ઉપેક્ષા જ કરી : ટ્રમ્પ
- બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસાને ટ્રમ્પે ઘૃણાસ્પદ ગણાવી
- ભારત સાથેના સંબંધો મજબૂત કરવાનું વચન આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું : નરેન્દ્ર મોદી તો મારા મિત્ર છે
વોશિંગ્ટન : પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તેઓના ધાર્મિક સ્થાનો (મંદિરો) ઉપર થઈ રહેલા હુમલાઓને વખોડી કાઢ્યા હતા.
સાથે કમલા અને જો બાયડેન ઉપર હિન્દુઓની ઉપેક્ષા કરવાનો આક્ષેપ મુકયો હતો.
પોતાના ઠ પોર્ટલ ઉપર પોતાનાં મંતવ્યો રજૂ કરતાં વધુમાં લખ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતિઓ ઉપર થઈ રહેલા આક્રમણો માટે ટ્રમ્પે બાંગ્લાદેશની ટીકા કરી હતી.
પોતે જો પ્રમુખપદે આવશે તો અમેરિકાને ફરી પ્રબળ બનાવશે તેમ લખતાં પૂર્વ પ્રમુખે ઠ પર વધુમાં લખ્યું હતું કે ઇઝરાયલ અને યુક્રેન જેવા ગંભીર પ્રશ્નો તો છે. પરંતુ આપણી દક્ષિણ સીમાઓ (મેકિસક) પણ અશાંતિ પ્રવર્તી રહી છે. તેથી સાવચેત રહેવું જરૂરી છે.અમેરિકાએ પ્રથમ બીવું જોઈએ તેમ કહેતાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, શાંતિ સામર્થ્યમાંથી જ જન્મે છે.