Get The App

VIDEO: 'અંગ્રેજી ભાષા પણ તોડી નાંખી...', વિપક્ષે ટ્રુડોની ઉડાવી મજાક, ખડખડાટ હસી પડ્યા સાંસદો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
Justine Trudeau


Justine Trudeau English Mocked in Canada: ગુરુવારે કેનેડાની સંસદમાં વિપક્ષી નેતાઓએ ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ જસ્ટિન ટ્રુડોની નિંદા કરી હતી. તેમજ તેમના અંગ્રેજીની પણ નિંદા કરી હતી. જોઈએ આખરે મામલો શું હતો...

ટ્રુડો ઈમિગ્રેશનને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કેનેડિયન સંસદમાં તેમની સરકારનો બચાવ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન એક શબ્દના કારણે વિપક્ષી નેતાઓએ તેમના પર નિશાન સાધ્યું હતું.

વિપક્ષી નેતાઓએ ટ્રુડો અંગ્રેજીની ઉડાવી મજાક 

સરકારની આર્થિક નીતિઓનો બચાવ કરતા ટ્રુડોએ કહ્યું કે ફરી એકવાર આપણે જોઈ શકીએ છીએ કે વિપક્ષના નેતા કેનેડાના brokenist (તૂટેલા) વિઝન પર આગ્રહ કરી રહ્યા છે, જે વાસ્તવિકતાથી દૂર છે. આના પર કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે તરત જ ઊભા થઈને તેમને ટકોર કરી કે, 'brokenist...જેવો કોઈ શબ્દ જ નથી. ટ્રુડો બસ અંગ્રેજી ભાષાને તોડી રહ્યા છે. આટલું બોલતા જ સંસદમાં વિપક્ષ સાંસદો જોર જોરથી હસવા લાગ્યા હતા.'

પોઈલીવરે વધુમાં કહ્યું હતું કે, 'ટ્રુડોએ જે તોડ્યું છે, તે તેને સુધારી પણ શકતા નથી કારણ કે તે પોતાની પાર્ટી સાથે લડાઈમાં વ્યસ્ત છે. ટ્રુડોએ ઈમિગ્રેશન, હાઉસિંગ અને અન્ય મહત્વની બાબતોમાં જે નુકસાન કર્યું છે તેને તે હવે ઠીક કરી શકશે નહીં. કારણ કે તે પોતે જ પોતાની પાર્ટીથી ઘેરાયેલા છે.

ટ્રુડો પર સોશિયલ મીડિયા પર બન્યા મીમ્સ

જસ્ટિન ટ્રુડોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો ટ્રુડો પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે ભારત સાથે સંબંધો તોડ્યા બાદ ટ્રુડોએ હવે અંગ્રેજી ભાષા પણ તોડી નાખી છે. તો એક વ્યક્તિ લખ્યું છે કે ટ્રુડો બધું તોડી નાખે છે, પછી ભલે તે અંગ્રેજી ભાષા કેમ ન હોય.

આ પણ વાંચો: પાકિસ્તાની હિન્દુઓની દિવાળી સુધરી ગઈ: સરકારે 3-3 હજાર આપવાનું કર્યું એલાન, ત્રણ દિવસની રજા પણ મળશે

ક્રિયાપદના રૂપનો ઉપયોગ કરતા સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે, break, broke, broken and brokenist. ટ્રુડો કેનેડા તોડી રહ્યા છે, અંગ્રેજી તોડી રહ્યા છે. તેઓ હવે વડાપ્રધાન કરતાં કોમેડિયન જેવા લાગે છે.

જસ્ટિન ટ્રુડો ભારત પર લગાવ્યો હતો આરોપ 

ગયા વર્ષે જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો. ત્યાર પછીથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો અને ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

VIDEO: 'અંગ્રેજી ભાષા પણ તોડી નાંખી...', વિપક્ષે ટ્રુડોની ઉડાવી મજાક, ખડખડાટ હસી પડ્યા સાંસદો 2 - image


Google NewsGoogle News