કેનેડા જોડેના ભારતના સંબંધો વણસ્યા જસ્ટીન ટ્રુડોની જોહુકમી જવાબદાર
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ઐતિહાસિક તળિયે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ તેમના નાગરિક નિજ્જર કે જે ખાલિસ્તાની ચળવળનો અગ્રણી હતો તેની હત્યા માટે ભારતની એજન્સીને કોઈપણ સ્વતંત્ર પુરાવા વગર દોષિત ઠેરવતા ૨૦૨૩થી જ સંબંધોમાં તિરાડ પડી હતી. તે પછી બહાર આવ્યું કે તેમને કેનેડાના નાગરિકની સુરક્ષા કરતા નિજ્જર ખાલિસ્તાની હતો અને તેમની વોટબેંક અથવા તો સત્તા પર ટકી રહેવામાં આવા સાંસદોની જરૂર હોઈ તે ખાલીસ્તાનીઓમાં લોકપ્રિય થવા ભારત પર આરોપ લગાવતા હતા. હવે તેમણે પહેલી વખત કોમેન્ટ કરી છે કેનેડામાં ખાલીસ્તાન સંગઠન સક્રિય છે પણ બધા જ શીખ ખાલિસ્તાની નથી, તે પછી તેમણે ઉમેર્યું હતું કે તે રીતે પણ કહી શકાય કે બધા જ હિંદુ મોદીના સમર્થક નથી. ટ્રુડોએ એવા નિર્ણયો પણ લીધા કે ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરનારાને નુકશાન થાય. ભારતીયો પ્રત્યે ગોરાઓને ઘૃણા થાય. તેઓ ખુલ્લેઆમ ખાલિસ્તાની સંગઠનો જોડે ઉજવણીમાં ભાગ લેતા અને કહેતા એમ કે તે તમામ ધર્મીઓની ઉજવણીમાં આ રીતે ભાગ લે છે. કેનેડાના નાગરીકો પણ તેને વડાપ્રધાન તરીકે નથી ઈચ્છતા.