VIDEO : પહેલા ભારત સાથે સંબંધો બગાડ્યાં, હવે મંદિરમાં દિવાળી મનાવવા પહોંચ્યા જસ્ટિન ટ્રુડો
Justin Trudeau : ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દિવાળીની ઉજવણી કરવા મંદિરોમાં જઇ હિંદૂ સમુદાયના લોકો સાથે વાતચીત કરતા દેખાય છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, 'હેપ્પી દિવાળી! આ અઠવાડિયું હિંદૂ સમુદાયના લોકો સાથે ઉજવણી કરતા અને ખાસ પળ વિતાવી પસાર થયું.'
મંદિરમાં રક્ષાસૂત્ર બંધાવ્યું
ટ્રુડો વીડિયોમાં હાથ પર રક્ષાસૂત્ર બંધાવતા દેખાય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'મને આ ત્યારે મળ્યું જ્યારે કેટલાક મહિનાઓ પહેલા હું ત્રણ અલગ અલગ મંદિરોમાં ગયો હતો. આ સારા ભાગ્યની નિશાની છે. આ આપણને સૂરક્ષા પૂરી પાડે છે. હું આને ત્યાં સુધી નહીં ઉતારૂં જ્યાં સુધી આ આપમેળે પડી ન જાય.' આ વીડિયોમાં તેઓ હિંદૂઓ સાથે ભાવનાત્મક રીતે મળતા અને જલેબી જેવી પરંપરાગત ભારતીય મીઠાઇઓનું આનંદ લેતાં દેખાયા હતા.
આ પણ વાંચોઃ ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસને પણ ચૂંટણી પહેલા આવી ભારતની યાદ, શેર કરી બાળપણની ખાસ તસવીર
દિવાળીની શુભેચ્છાઓ આપી
ટ્રુડોએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા આ તહેવારનું મહત્ત્વ જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, દિવાળીની શુભેચ્છાઓ... આજે હિંદૂ, શીખ, બૌદ્ધ અને જૈન પરિવારો મણબત્તીઓ, દીવાઓ સળગાવી અને આતશબાજી કરી અંધકાર પર પ્રકાશની જીતની ઉજણવી કરશે. નોંધનીય છે કે, ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાએ ભારત પર આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ ઉદ્ભવ્યો છે.
દિવાળી રદ કરવાનો નિર્ણય લીધો હતો
અગાઉ, કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે અને કન્ઝર્વેટિવ પાર્ટીએ આ વર્ષની દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ કેનેડાના હિંદૂ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ જ કારણસર કેનેડા સરકારે પોતાનું નિર્ણય બદલી દિવાળીની ઉજવણી કરી હતી.