Get The App

ચારે તરફથી માર પડયો હોવા છતાં ટ્રુડો કહે છે : 'હું પદ છોડીશ નહીં'

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ચારે તરફથી માર પડયો હોવા છતાં ટ્રુડો કહે છે : 'હું પદ છોડીશ નહીં' 1 - image


- કેનેડામાં મધ્યાવલિ ચૂંટણી યોજાવા સંભવ : વિશ્લેષકો

- ત્રણ મહિનામાં બબ્બે પેટા ચૂંટણીમાં પરાજય મળ્યા પછી 2025ની સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીનો પરાજય નિશ્ચિત લાગે છે

ઓટાવા : વડાપ્રધાન જસ્ટિલ ટ્રુડોએ સ્પષ્ટત: જણાવી દીધું છે કે તેઓ તેમના પદનો ત્યાગ કરવાના તથા છેલ્લા ત્રણ મહિનામાં યોજાયેલી બે સંસદીય પેટા ચૂંટણીઓમાં તેમની પાર્ટી લિબરલ પાર્ટીને પરાજય મળ્યો છે. તેમજ જે પાર્ટીના ટેકાથી હજી સુધી લિબરલ્સ સત્તા પર ટકી રહ્યા છે, તે પાર્ટી જગજીત સિંઘની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ટેકો પાછો ખેંચી લીધા પછી નાના નાના પક્ષોને સહારે માંડ ટકી રહેલી ટ્રુડો- સરકારને છેલ્લા ત્રણ મહિનામાં યોજાયેલી બે સંસદીય પેટા ચૂંટણીઓમાં બંનેમાં લિબરલ્સનો પરાજય થતાં નિરીક્ષકો કહે છે કે, દેશમાં સતત વધી રહેલી મોંઘવારી તો બીજી તરફ તેટલી જ ઝડપે વધતી બેકારી અને રહેણાંકના ઘરોની અછત તેથી નિવાસ્થાનો- ફલેટસના સતત વધતા ભાવ તેટલું જ નહીં પરંતુ ભાડાના પણ વધી રહેલા ઊંચા દરને લીધે ટ્રુડો સરકાર પ્રત્યે જનતાને નફરત થઈ ગઈ છે. તેથી બંને પેટા ચૂંટણીમાં લિબરલ પાર્ટીને લોકોએ ભારે મોટો ફટકો માર્યો છે.

સોમવારે યોજાયેલી બા'સેલ્લે એરડાડ વર્દુન મત વિસ્તારમાં ટ્રુડોની પાર્ટીના ઉમેદવાર અને ટ્રુડોના નિકટવર્તી મનાતા પેલેસ્ટાઇનીને બ્લોક કિવબેકોટોઝ પાર્ટીએ (જે એક સમયે લિબરલ સાથે હતી. તેનો) છેડો ફાડી નાખ્યા પછી તેના ઉમેદવાર લૂઈ-ફી સૌવેને મેદાનમાં ઉતાર્યા હતા તેમણે તેને પરાજિત કર્યા.

આ પૂર્વે જૂનમાં ટોરેન્ટો રાજ્યમાં સેન્ટલ પોલની સંસદીય પેટા ચૂંટણીમાં પણ લિબરલ્સ કોન્ઝર્વેટિવ્સ સામે પરાજિત થયા હતા. આમ ત્રણ મહિનામાં ઉપરા ઉપરી બબ્બે પેટા ચૂંટણીમાં પરાજય મળતાં ટ્રુડો માટે ૨૦૨૫ની ઓકટોબરમાં યોજાનારી ચૂંટણીમાં પક્ષને વિજયી કરવો મુશ્કેલ છે.

નિરીક્ષકોનો એક વર્ગ માને છે કે કદાચ દેશમાં મધ્યવર્તી ચૂંટણી આવી પડે ભલે ટ્રુડો ના કહેતા હોય.


Google NewsGoogle News