અમેરિકા સામે 'ટેરિફ વૉર'માં ઊતર્યું કેનેડા, ટ્રુડોએ ટ્રમ્પને એમની જ ભાષામાં આપ્યો જવાબ
Canada-America: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (પહેલી ફેબ્રુઆરી) કેનેડાથી આયાત થતા તમામ માલ પર 25 ટકા આયાત ડ્યુટી લાદવાનો આદેશ આપ્યો હતો. હવે આ અંગે કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકન આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 'અમારો દેશ અમેરિકાના ટેરિફનો સામનો કરવા માટે તૈયાર છે.'
ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવા આવ્યું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી થતી બધી આયાત પર 10 ટકા અને મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. જો કે, કેનેડાથી આયાત કરાયેલી ઊર્જા, જેમાં તેલ, કુદરતી ગેસ અને વીજળીનો સમાવેશ થાય છે, તેના પર 10 ટકાના દરે ટેક્સ લાગશે.
'કેનેડા તૈયાર છે'
ટ્રમ્પની જાહેરાત પછી જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'અમે ટૂંક સમયમાં મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબામ સાથે વાત કરશે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેમના મંત્રીમંડળ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. અમે આ ઇચ્છતા નહોતા, પણ કેનેડા તૈયાર છે. ટેરિફ થોડા વર્ષો પહેલા થયેલા મુક્ત વેપાર કરારનું ઉલ્લંઘન કરે છે.'
ટ્રુડોએ જવાબ આપવાની ચેતવણી આપી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા તેના એક દિવસ પહેલા જસ્ટિન ટ્રુડોS ચેતવણી આપી હતી કે, 'જો અમેરિકા ટેરિફ લાદશે તો મજબૂત અને તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવશે. સરહદની બંને બાજુ કોઈ પણ વ્યક્તિ કેનેડિયન વસ્તુ પર અમેરિકા ટેરિફ જોવા માંગતું નથી. અમે આ ટેરિફને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ, પરંતુ જો અમેરિકા આગળ વધે તો કેનેડા મજબૂત અને તાત્કાલિક પ્રતિભાવ સાથે તૈયાર છે.'