કેનેડા નરમ પડ્યું! હરદીપ નિજ્જર મામલે ભારતના જવાબ બાદ જસ્ટિન ટ્રૂડોએ કહ્યું- 'અમે ઉકસાવી નથી રહ્યા...'

ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વધ્યો

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
કેનેડા નરમ પડ્યું! હરદીપ નિજ્જર મામલે ભારતના જવાબ બાદ જસ્ટિન ટ્રૂડોએ કહ્યું- 'અમે ઉકસાવી નથી રહ્યા...' 1 - image

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વધી ગયો છે. કેનેડા તરફથી એક્શન બાદ ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપવાની છે. ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. આ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ મંગળવારે કહ્યું કે, અમે હિન્દુસ્તાનને ઉકસાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા, પરંતુ ઓટાવા (કેનેડાની રાજધાની) ઈચ્છે છે કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે સંભાળે.

જસ્ટિન ટ્રૂડોએ શું કહ્યું?

રૉયટર્સના અનુસાર ટ્રૂડોએ કહ્યું કે, 'ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે એવું જ કરી રહ્યા છીએ. અમે ઉકસાવી નથી રહ્યા કે તેને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરી રહ્યા.' ટ્રૂડોએ નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ વચ્ચેની સંભવિત સંબંધમાં દાવો કર્યો છે.

જોકે, આરોપ લગાવવાની સાથે જ કેનેડાએ કાર્યવાહી તરીકે ભારતના વરિષ્ઠ રાજદૂતને દેશ નિકાલ કર્યા. તેના થોડા કલાકો બાદ ભારતે પણ એક્શન લીધા અને કેનેડાના રાજદૂતને સસ્પેન્ડ કરી દીધા.

ભારતે શું કહ્યું?

ભારતમાં કેનેડાના ઉચ્ચાયુક્ત કેમરૂન મૈકેને વિદેશ મંત્રાલય જાણ કરી અને તેને સસ્પેન્ડ કરાયા છે તે અંગે જણાવ્યું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય અમારા આંતરિક મામલાઓમાં કેનેડિયન રાજદૂતના હસ્તક્ષેપ અને ભારત વિરોધી ગતિવિધિઓમાં તેમની મદદગારીને લઈને હિન્દુસ્તાનની વધતી ચિંતાને દર્શાવે છે.

વિદેશ મંત્રાલયે ટ્રૂડો અને તેમના વિદેશ મંત્રીના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પ્રકારના પાયાવિહોણા આરોપ ખાલિસ્તાની આતંકવાદીઓ અને કટ્ટરપંથિઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન છે, જેમણે કેનેડામાં આશ્રય લીધો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે ખતરો બનેલા છે.

જસ્ટિન ટ્રૂડોના દાવા પર ભારતે શું કહ્યું?

ભારતે નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ વચ્ચે સંભવિત સંબંધના ટ્રૂડોના દાવાને પાયાવિહોણો અને નિહિત સ્વાર્થોથી પ્રેરિત ગણાવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે કેનેડાના પ્રધાનમંત્રીને તેમની સંસદમાં આપેલા નિવેદનો અને તેમના વિદેશ મંત્રાલયના નિવેદનો સાંભળ્યા છે અને અમે તેને ફગાવી રહ્યા છીએ. કેનેડામાં કોઈપણ પ્રકારની હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપ પાયાવિહોણા અને નિહિત સ્વાર્થોથી પ્રેરિત છે.

શું છે મામલો?

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર (45)ની કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં 18 જૂને એક ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ભારતે કેનેડામાં રહેતા નિજ્જરને જૂલાઈ 2020માં ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.


Google NewsGoogle News