#JusticeForBinLaden! 'લાદેન'ના સમર્થનમાં બ્રાઝિલના લોકો શા માટે કરી રહ્યા છે ટ્વિટ? જાણો શું છે કારણ
બ્રાઝિલમાં હાલ ટ્વિટર પર #justiceforbinladen નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
એવામાં પ્રશ્ન થાય કે બ્રાઝિલના લોકો આતંકવાદી ઓસામા બિન લાદેન માટે ન્યાય કેમ ઈચ્છે છે?
justice for bin laden: અમેરિકાએ 2 મે, 2011 ના દિવસે પાકિસ્તાનમાં ઘૂસીને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. જેનો બદલો લેતા પાકિસ્તાને 2001 માં અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમજ આ હુમલો એટલો ખતરનાક હતો કે કેટલાક લોકોના મૃતદેહ પણ મળ્યા ન હતા. જો કે આ તો ઘણી જૂની વાત છે પરંતુ હવે આશ્ચર્યની વાત તો એ છે કે 13 વર્ષ પછી અચાનક બ્રાઝીલમાં લોકો સોશિયલ મીડિયા પર બિન લાદેન માટે ન્યાય માંગતા જોવા મળી રહ્યા છે.
ટ્વિટર પર ટ્રેન્ડ છે #justiceforbinladen
પરંતુ હાલમાં ટ્વિટર પર #justiceforbinladen ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગને ટ્રેન્ડ કરતા જોઇને લોકો ને આશ્ચર્ય થાય છે કે આખરે બ્રાઝિલના લોકો આતંકવાદી ઓસામા બિન લાદેન માટે ન્યાય શા માટે માંગી રહ્યા છે? 'જસ્ટીસ ફોર બિન લાદેન' સિવાય 'બિન લાદેન મેરેસ રિસ્પિટો' પણ ટ્રેન્ડમાં છે. ટ્વીટર પર ટ્રેન્ડ થવાથી લોકો વિવિધ અભિપ્રાયો આપી રહ્યા છે. જેમાં એક યુઝરે એવું લખ્યું હતું કે, 'લોકો હજારોની હત્યા કરનાર આતંકવાદીને સપોર્ટ કઈ રીતે કરી શકે?'
હકીકતમાં આ લાદેનને સપોર્ટ નથી....
હકીકતમાં બ્રાઝિલના લોકો આતંકવાદી બિન લાદેનને સપોર્ટ નથી કરતા પરંતુ તેઓ બ્રાઝિલિયાઈ રેપર અને હીપહોપ આર્ટીસ્ટ એમસી બિન લાદેનને પોતાનું સમર્થન આપવા માટે આવી ટ્વીટ કરી રહ્યા છે. એમસી બિન લાદેન એ રિયાલીટી ગેમ શો બિગ બ્રધર બ્રાઝિલ (બિગ બ્રધર રિયાલિટી ફ્રેન્ચાઇઝ ટેલિવિઝન શોનું બ્રાઝિલિયન વર્ઝન) માં સ્પર્ધક છે.
Mano a hashtag do Bin Laden KKKKKKKKKKKKK
— SonnieDoongieandDori (@KKdjdksj8390) January 18, 2024
Imagina os gringos vendo isso
BIN LADEN MERECE RESPEITO
BIN LADEN ESTAMOS COM VOCÊ
JUSTICE FOR BIN LADEN#JusticeForBinLaden pic.twitter.com/Murbtbnd8p
કોણ છે એમસી બિન લાદેન?
એમસી બિન લાદેનનું સાચું નામ જેફરસન ક્રિસ્ટિયન ડોસ સાન્તોસ ડી લિમા છે. તેમજ તેમણે પોતાનું સ્ટેજ નેમ એમસી બિન લાદેન રાખેલું છે. પરંતુ તેમના આ સ્ટેજ નેમના કારણે ઇન્ટરનેશનલ પરફોર્મન્સ દરમિયાન વિવાદનો મુદ્દો બની રહ્યો હતો. જેના કારણે અમેરિકામાં તેનો એક શો પણ રદ કરવામાં આવ્યો હતો. બિગ બ્રધર બ્રાઝિલ 24 હાઉસમાં પ્રવેશતા પહેલા, રેપરે કહ્યું કે તે તેના સ્ટેજનું નામ બદલી દેશે. જોકે, તેણે હજુ સુધી તેણે કોઈ નવું નામ નક્કી કર્યું નથી.