માત્ર 47 સેકન્ડનો એર રુટ અને 2.70 કિમીનો પ્રવાસ, જાણો, દુનિયાના સૌથી ટુંકા કોર્મશિયલ એર રુટ વિશે
શિક્ષકો, હેલ્થ સ્ટાફ તથા બિમાર દર્દીઓ રોજ આ રુટનો ઉપયોગ કરે છે.
પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ટુંકા ફલાઇટ રુટમાં બેસે છે.
લંડન,30 ડિસેમ્બર,2023,શનિવાર
સમય બચાવવા માટે લાંબા અંતરની મુસાફરીમાં એર રુટ વધારે અનુકૂળ રહે છે. બે સ્થળો વચ્ચેના લાંબા અંતરો કોમર્શિયલ વિમાન ઉડયન વિકાસ માટે વધુ અનુકુળ પડે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે સ્કોટલેન્ડ દેશના ઓર્કેની ખાતે આવેલા વેસ્ટ્રી અને પાપા વેસ્ટ્રી આઇલેન્ડ સુધીના 2.7 કીમીના અંતરને કાપવા માટે કોર્મશિયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ થાય છે. જેમાં બેસીને આ બે આઇલેન્ડ વચ્ચેનું અંતર પાર કરવામાં માત્ર 47 સેકન્ડનો સમય લાગે છે.
જો કે કયારેક હવામાન ખરાબ હોય તેવા અસાધારણ સંજોગોમાં સ્કોટલેન્ડના ઉતર ભાગમાં આવેલા એક ટાપુ પરથી બીજા ટાપુ પર પહોંચવામાં વિમાન વધુમાં વધુ બે મીનિટનો લે છે. પરંતુ નવાઇની વાત એ છે કે મુસાફરોએ સામાન્ય રીતે ટીકીટ લઇને વિમાનમાં બેસવામાં વાર લાગે તેટલી પહોંચવામાં વાર લાગતી નથી. રોજ સવારથી સાંજ સુધી દોડતી આ વિમાનફેરીમાં નોકરીયાત શિક્ષકો,હેલ્થ સ્ટાફ તથા બિમાર દર્દીઓ વધુ ઉપયોગ કરે છે. માત્ર 47 સેકન્ડ સુધી વિમાનમાં ટીકીટમાં બેસવાનો ટીકીટ દર દર 30 ડોલર જેટલો થાય છે.
દુનિયાના સૌથી ટુંકા વિમાન રુટ માટે લોકો મજાકમાં એમ પણ કહે છે કે પોપકોર્ન લઇને મોઢામાં નાખો તો તેને ઉતરીને ચાવવી પડે એટલો સમય લાગે છે.સ્કોટીશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ અઢી કીમી જેટલા એર રુટનો સૌથી ઉપયોગ કરે છે. આ રૃટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ 2011 ના ગાળામાં આવી હતી.અહીં આવેલા કેટલાક ટુરિસ્ટોએ તેમના પ્રવાસ વર્ણનમાં આ વાત લખી એટલે બહારના પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસે છે.