Get The App

યુ.એસ.માં ચુંટણી સુધી ટ્રમ્પ પરના ''હશ-મની-કેસ''નો ચુકાદો મુલતવી રાખવા જજ આખરે સહમત થયા

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
યુ.એસ.માં ચુંટણી સુધી ટ્રમ્પ પરના ''હશ-મની-કેસ''નો ચુકાદો મુલતવી રાખવા જજ આખરે સહમત થયા 1 - image


- ટ્રમ્પ જીતશે તો ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને ચુંટણી ગેરરીતિઓનો કેસ પડતો મુકવા કહી શકે : પરંતુ 'ન્યૂયોર્ક સ્ટેટ રેર' કે જ્યોર્જીયામાં ચાલતો કેસ રોકી નહી શકે

વૉશિંગ્ટન : રીબપ્લિકન પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પે ન્યાયમૂર્તિ જુમાન મર્ચેનને તેઓ ઉપર ચાલતા 'હશ-મની-કેશ'માં ૫ નવેમ્બરે યોજાનારી પ્રમુખ પદની ચુંટણી પુરી થાય ત્યાં સુધી તે કેસનો ચુકાદો મુલતવી રાખવા વિનંતી કરી હતી. જે સ્વીકારવામાં પણ આવી છે.

આમ છતાં મુશ્કેલી તે છે કે જો ટ્રમ્પ પ્રમુખ પદની ચુંટણીમાં વિજયી થાય તો તેઓ ઑવલ ઓફિસમાં બેસી તેઓના (અમેરિકાના) ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને તે સમવાય મંત્રી ચુંટણી અંગેના તેઓની ઉપર ચાલતો 'ચુંટણી-ગોટાળા' અંગેનો કેસ જ પડતો મુકવા કહી શકે. જે બની શકે પણ ખરું પરંતુ ન્યૂયોર્કમાં ચાલતો 'હશ-મની-કેસ' તેઓ સંવિધાન પ્રમાણે જ અટકાવી શકે તેમ નથી. તે ઉપરાંત તેઓ જ્યોર્જીયામાં તેમની ઉપર ચાલતો ચુંટણી-ગેરરીતિઓ અંગેનો કેસ પણ અટકાવી શકે તેમ નથી.

અમેરિકાના ઈતિહાસમાં પ્રમુખ કે પૂર્વપ્રમુખ ઉપર થયેલા ટ્રમ્પ ઉપરનો ફોજદારી કેસ એક ઐતિહાસિક ઘટના બની રહી છે.

એક પોર્ન-સ્ટારને મુંગાં રહેવા માટે તેઓએ સરકારી તિજોરીમાંથી જ ૧,૩૦,૦૦૦ ડૉલર આપ્યા હોવાનો આરોપ છે. તેમ સરકારી વકીલ બ્રેગે જણાવ્યું હતું પરંતુ તે આરોપોને ટ્રમ્પે અસ્વીકાર્ય કરી ફગાવી દીધા હતા.

ટ્રમ્પ જે કરે તે પરંતુ અત્યારે તો તેઓ ભારે ફસામણમાં છે તે નક્કી વાત છે.


Google NewsGoogle News