ડેલેવરમાં મત આપવા માટે જોસેફ બાયડેન 40 મિનિટ સુધી લાંબી 'ક્યૂ'માં ઉભા રહ્યા
- સાચી લોકશાહી આને કહેવાય
- પોતાની આગળ રહેલા વૃદ્ધ મહિલાની વ્હીલચેર ધકેલતા રહ્યા : પ્રમુખે અન્ય મતદાતાઓ સાથે ખુલ્લા મને વાતચીત પણ કરી
ડેલવર : ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણી માટે પોતાનો મત આપવા માટે પ્રમુખ જોસેફ બાયડેન ડેલવરના ઉપસાગર વિલિંગ્ટન સ્થિત પોતાના નિવાસસ્થાનની નજીકના મતદાન મથકે સોમવારે વહેલી સવારે જ પહોંચ્યા હતા. ત્યારે પણ ત્યાં લાંબી 'ક્યૂ' હતી તેમાં તેઓ શાંતિથી ઉભા રહ્યા હતા અન્ય મતદારો સાથે ખુલ્લા મને વાતચીત કરી રહ્યા હતા પરંતુ સાથે તેમ પણ કહેતા હતા કે, 'મારા મતે તો અમારા ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર (કમલા હેરીસ)ના વિજયની મને પૂરી શક્યતા દેખાય છે.' ત્યારે કેટલાકે તેમને 'કોન્ટ્રાડિક્ટ' પણ કર્યા. ત્યારે સ્મિત સાથે તેઓએ કહ્યું, 'તમારું મંતવ્ય પણ હોઈ શકે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ વિજયી થશે પરંતુ હું તો વર્તમાન પ્રવાહ પરથી ચોક્કસ માનું છું કે, અમારા ઉમેદવાર (કમલા હેરીસ) જ વિજયી થશે.' આમ તેઓ અન્ય મતદારો સાથે ખુલ્લા મને વાતચીત કરતા હતા તે સાથે તેઓની આગળ જ કતારમાં એક વૃદ્ધ મહિલા વ્હીલ-ચેરમાં બેઠા હતા તેઓ હાથથી વ્હીલ ચેરના પૈડા ચલાવતા હતા. તે જોઈ અમેરિકાના પ્રમુખે વ્હીલ ચેરને ધકેલવી શરૂ કરી ત્યારે પેલા મહિલાએ કહ્યું, 'મિસ્ટર પ્રેસિડેન્ટ આઇ થેંક્યુ સો મચ' પ્રમુખે સ્મિત સાથે કહ્યું 'ડોન્ટ સે સો ઇટ ઇઝ માય ડયુટી ટુ હેલ્પ એની અમેરિકન'
આ પછી 'ફર્સ્ટ સીટીઝન ઓફ ધી વર્લ્ડે તેઓ સમક્ષ રીટર્નિંગ ઓફીસરે રજૂ કરેલા રજીસ્ટરમાં લખ્યું, 'જોસેફ બાયડેન નાઉ વટિંગ'
નિરીક્ષકો કહે છે, આને સાચી લોકશાહી કહેવાય 'રાઇટ ઑનરેબલ' (મહા મહીમ) કે ઓનરેબલ (માનનીય કે માન્ય) તેવા શબ્દ પ્રયોગો વપરાતા જ નથી. ત્યાં જજ માટે મિ. લોર્ડ નહીં પરંતુ 'મિસ્ટર જજ' શબ્દ પ્રયોગ છે. કોર્ટમાં રજૂઆત કરતા વકીલો 'મિ. લોર્ડ' નથી કહેતા માત્ર 'યોર ઓનર' શબ્દ પ્રયોગ કરે છે. ત્યાં કોઈ પણ પ્રકારના ઇલ્કાબો નથી.
સામ્યવાદી દેશોમાં પણ ઇલ્કાબો નથી ત્યાં પણ પ્રમુખ કે અન્ય સત્તાધીશો માટે 'કોમરેડ' શબ્દપ્રયોગ જ થાય છે પરંતુ અમેરિકા જેવી સરળતા કે સાલસતા ત્યાં સંભવિત જ નથી. સાલસતા તો ત્યાં કલ્પનાતીત છે.