ઈઝરાયલ સાથે જોર્ડને પણ રાજદ્વારી સંબંધોનો અંત લાવ્યો, ગાઝામાં નિર્દોષ લોકોની હત્યાનો મૂક્યો આરોપ
વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઇઝરાયેલથી રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું
એક નિવેદન જારી કરીને જોર્ડનના વિદેશ મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ
Israel vs Hamas War | ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં નાગરિકોના મોતના વિરોધમાં જોર્ડને પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઇઝરાયેલથી તેમના રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું છે. એક નિવેદન જારી કરીને જોર્ડનના (jordan Break Diplomatic Relation With Israel) વિદેશ મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ.
ઈઝરાયેલ પર મૂક્યો મોટો આરોપ
તેમણે ઈઝરાયલ પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઇઝરાયેલ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે અને ભયાવહ માનવતાવાદી વિનાશનું કારણ બની રહ્યું છે. જોર્ડને ઇઝરાયલના વિદેશ મંત્રાલયને તેના રાજદૂત રોજેલ રાચમેન (જેમને જોર્ડનમાં સુરક્ષાના જોખમોને કારણે અસ્થાયી ધોરણે ઇઝરાયેલ પરત બોલાવવામાં આવ્યા હતા)ને અમ્માન પરત ન આવવા માટે પણ જણાવ્યું હતું.
સંબંધો સુધારવા મૂકી આ શરતો
જોર્ડનના વિદેશમંત્રીના નિવેદન અનુસાર રાજદૂતોની વાપસી ઇઝરાયેલ ગાઝા પરના તેના યુદ્ધને અટકાવવા અને તે જે માનવતાવાદી વિનાશનું કારણ બની રહી છે તેવા તમામ પગલાંને રોકવા સંબંધિત હશે. જેમાં પેલેસ્ટિનિયનોને તેમના ખોરાક, પાણી, દવા અને સલામત રહેવાના અન્ય અધિકારોથી વંચિત કરી દેવાયા છે.
અગાઉ કોલંબિયા, ચિલી અને બોલિવિયાએ સંબંધોનો અંત આણ્યો હતો
તમને જણાવી દઈએ કે જોર્ડન પહેલા કોલંબિયા અને ચિલીએ પણ ઈઝરાયેલમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા. બોલિવિયાએ મંગળવારે રાત્રે ઇઝરાયેલ સાથે તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી હતી.