Get The App

ભાષણમાં નામ ભૂલી જતા બાઈડન હવે ક્યાં ઉભા રહેવાનુ છે તે પણ ભૂલી ગયા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ભાષણમાં નામ ભૂલી જતા બાઈડન હવે ક્યાં ઉભા રહેવાનુ છે તે પણ ભૂલી ગયા 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

મિડલ ઈસ્ટના દેશ જોર્ડનના કિંગ અબ્દુલ્લા હાલમાં અમેરિકાની મુલાકાતે છે.

જેનો હેતુ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુધ્ધ વિરામ કરાવવાનો છે. વ્હાઈટ હાઉસમાં કિંગ અબ્દુલ્લા અને જો બાઈડન વચ્ચે મુલાકાત થઈ હતી અને એ પછી બંને નેતાઓ પત્રકારોને સંબોધન કરવા માટે બહાર આવ્યા હતા.

જોકે આ દરમિયાન બાઈડનનો ભુલકણો સ્વભાવ હાજર રહેલા લોકોને જોવા મળ્યો હતો.પ્રોટોકોલ પ્રમાણે પહેલા જો બાઈડન અને બાદમાં કિંગ અબ્દુલ્લા પોડિયમ પર જઈને સંબોધન કરવાના હતા.બાઈડને સંબોધન પૂરુ કર્યુ હતુ અને પોડિયમ પરથી નીચે ઉતર્યા હતા.જોકે ભાષણમાં ઘણી વખત નામ ભુલી જતા બાઈડન આ વખતે પોતાની ઉભા રહેવાની  નિર્ધારીત જગ્યા શોધવા માટે આમ તેમ નજર દોડાવવા માંડ્યા હતા.

આ જોઈને પોડિયમ પર પોતાનુ નિવેદન આપવા માટે પહોંચેલા કિંગ અબ્દુલ્લા પણ થોડા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.થોડી મથામણ બાદ બાઈડન જોર્ડનના રાષ્ટ્ર ધ્વજની સામે જઈને ઉભા થઈ ગયા હતા.બાઈડનના ભૂલકણા સ્વભાવથી અધિકારીઓ પણ એક તબક્કે  ક્ષોભજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.

બાઈડનની હરકત બાદ વિરોધી રિપબ્લિકન પાર્ટીએ તરત જ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લખ્યુ હતુ કે, બાઈડન પોતે વિચારી રહ્યા છે કે હું શું કરી રહ્યો છુ....

બાઈડનની વૃધ્ધાવસ્થા ડેમોક્રેટિક પાર્ટી માટે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા ચિંતાનો વિષય બની રહી છે.બાઈડનની વયનો મુદ્દો તેમને રાષ્ટ્રપતિપદની રેસમાં પાછળ ના પાડી દે તેવી ચિંતા તેમના સમર્થકોને સતાવી રહી છે.બાઈડન 81 વર્ષના છે અને અમેરિકાના સૌથી વૃધ્ધ રાષ્ટ્રપતિ છે.

બાઈડનની નબળી પડી રહેલી યાદશક્તિનો મુદ્દો રિપબ્લિકન પાર્ટી જોર શોરથી ઉઠાવી રહી છે  અને આગામી ચૂંટણીમાં તેનો ફાયદો લેવાની કોશિશ પણ કરી રહી છે.


Google NewsGoogle News