Get The App

'હિંસાનો જવાબ હિંસા નથી...' દેશને સંબોધતા રાષ્ટ્રપતિ બાઈડેને ઈશારામાં ટ્રમ્પને જ સંભળાવી દીધું?

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
'હિંસાનો જવાબ હિંસા નથી...' દેશને સંબોધતા રાષ્ટ્રપતિ બાઈડેને ઈશારામાં ટ્રમ્પને જ સંભળાવી દીધું? 1 - image


Joe Biden on the attack on Trump: અમેરિકન પ્રમુખ જો બાઈડને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસથી લગભગ 5 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, 2024ની અમેરિકી પ્રમુખ ચૂંટણી માટે અભિયાનને પૂર-જોશથી આગળ વધારવાનો સમય આવી ગયો છે અને હું તેના માટે સમગ્ર દેશની યાત્રા કરીશ. જોકે, તેમણે પોતાના નાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પ થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ટ્રમ્પ પર થયેલા હુમલાના પ્રયાસ પર કહ્યું કે, અમેરિકા આ માર્ગ પર આગળ ન વધી શકે. રાજકીય હિંસાના માર્ગે આપણે બિલકુલ ન જઈ શકીએ અને જવું પણ ન જોઈએ. અમેરિકામાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી. 

ઓવલ ઓફિસથી પ્રાઈમ ટાઈમ રાષ્ટ્રીય સંબોધનમાં બાઈડને કહ્યું કે, અમે આ પ્રકારની હિંસાને સામાન્ય બનવાની મંજૂરી આપી શકીએ નહીં. આપણા દેશનો રાજકીય ઈતિહાસ ખૂબ જ ગરમ રહ્યો છે. હવે તેને શાંત કરવાની જરૂર છે. હું તમને યાદ અપાવવા માગુ છું કે, ભલે અમે અસહમત હોઈએ પરંતુ અમે દુશ્મન ન હોઈ શકીએ. આપણે પાડોસી છીએ, મિત્ર છીએ, સહકર્મી છીએ, નાગરિક છીએ અને સૌથી મોટી વાત એ છે કે, આપણે સાથી અમેરિકન છીએ. 

તપાસ ચાલી રહી છે

બાઈડને પોતાના સંબોધનમાં કહ્યું કે શૂટરનો હેતુ હજુ જાણી શકાયો નથી. તેનો ઓપિનિયન શું હતો અથવા કોની સાથે સંબંધિત હતો તે વિશે અમે માહિતી મેળવી શક્યા નથી. અમને ખબર નથી કે તેને મદદ અથવા સમર્થન મળ્યું હતું કે નહીં અથવા તેણે અન્ય કોઈની સાથે વાત કરી કે તેનો સંપર્ક કર્યો હતો કે નહી. આ મામલે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા છે.

હિંસાનો જવાબ હિંસા નથી

તેમણે વધુમાં જણાવ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળી ચલાવવામાં આવી અને એક અમેરિકન નાગરિકની માત્ર એટલા માટે હત્યા કરી દેવામાં આવી કારણ કે તેમણે પોતાના ચૂંટાયેલા ઉમેદવારને સમર્થન આપવા માટે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો હતો. આપણે આ કરી ન કરી શકીએ. અમેરિકા આ માર્ગ પર આગળ ન વધી શકે. આપણે ઈતિહાસમાં આવી ઘટનાઓ જોઈ છે. હિંસા ક્યારેય હિંસાનો જવાબ ન હોઈ શકે. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. કોઈ અપવાદ નથી કે આપણે આ હિંસાને ડિફેન્ડ ન કરી શકીએ. 

શાંતિપૂર્ણ ચર્ચા જરૂરી

આ દેશમાં રાજકીય નિવેદનો ખૂબ જ ગરમ થઈ ગયા છે. હવે તેને કૂલ ડાઉન કરવાનો સમય આવી ગયો છે. આ આપણા સૌની જવાબદારી છે કે, રાજકારણ ક્યારેય યુદ્ધનું મેદાન ન બની શકે. ભગવાન ના કરે પરંતુ તે એક હત્યારાનું મેદાન ન બનવું જોઈએ. મારું માનવું છે કે, રાજકારણમાં શાંતિપૂર્ણ ચર્ચા, ન્યાય પ્રમાણે અને આપણા બંધારણ પ્રમાણે નિર્ણય લેવાનું ક્ષેત્ર હોવું જોઈએ.

હિંસાને પ્રોત્સાહન ન આપો

બાઈડને આગળ કહ્યું કે, મને તેમાં કોઈ શંકા નથી કે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન ઈવેન્ટમાં વિપક્ષ મારા રેકોર્ડની ટીકા કરશે. દેશના હિત માટે એક અલગ દ્રષ્ટિકોણ રજૂ કરશે. તેમણે દેશના નાગરિકોને અપીલ કરી છે કે, દેશમાં રાજકીય હિંસાને પ્રોત્સાહન ન આપો અને તેની તરફેણ કરનારાઓને સમર્થન ન આપો. 


Google NewsGoogle News