'બાઈડેનને થઈ આ બીમારી, ભારતવંશી તેમનું સ્થાન લઈ લેશે...', અમેરિકન નિષ્ણાતના દાવાથી હડકંપ
Joe Biden News | અમેરિકાના રાજકીય નિષ્ણાત અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાય્ડેનને ડિમેન્શિયા (ભૂલી જવાની બીમારી) થઈ ગઇ છે. ટકરે મેઈન સ્ટ્રીમ મીડિયા પર દેશના લોકોથી આ તથ્યને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ડેમોક્રેટ ટૂંક સમયમાં જ બાઈડેનના સ્થાને કમલા હેરિસને અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવી શકે છે.
ટકરે કર્યો મોટો દાવો...
સિડનીના ઈન્ટરનેશનલ કોન્વેન્શન સેન્ટરમાં 4000 ફેન્સની હાજરીમાં ટકર કાર્લસને કહ્યું કે સીએનએન પર પત્રકાર તરીકે આવનારા અમુક ડેમોક્રેટ કાર્યકરોએ જો બાઈડેનને ડિમેન્શિયા જેવી બીમારી છે એવું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકન મીડિયાનું આવું વર્તન કે જાણે તેમને હાલમાં જ આ મામલે ખબર પડી હોય તે ચોંકાવનારું છે. ટકરે દાવો કર્યો કે બાઇડેન ડેમોક્રેટિક પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની રેસમાં ટકી નહીં શકે.
ટકરે કહ્યું કે ડેમોક્રેટના અનેક નેતાનું માનવું છે કે બાઈડેનનું માનસિક સંતુલન ઠીક નથી
અનેક મીડિયા સંસ્થાનોની ટીકા કરતાં ટકર કાર્લસને કહ્યું કે કાં તો તે ખરેખર મૂર્ખ છે કાં જુઠ્ઠું બોલે છે. તે બેઈમાની કરે છે. સાચી વાતો છુપાવે છે. અનેક ડેમોક્રેટિક નેતાઓએ સૂચન કર્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનનું માનસિક સંતુલન ઠીક નથી અને તેમને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટાવવામાં આવી શકે છે. કાર્લસનના મતે આ ક્ષણ ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ છે.