વ્હાઇટ હાઉસ મારું નહીં, તમારું જ ઘર: બાયડને ઉજવી દિવાળી, સુનિતા વિલિયમ્સના કર્યા વખાણ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાયડેને આજે સોમવારે વ્હાઈટ હાઉસમાં દીપોત્સવી ઉજવી. વ્હાઈટસ હાઉસમાં આ તેઓની છેલ્લી દિવાળી હતી. છેલ્લા કેટલાયે વર્ષોથી વ્હાઈટ હાઉસ દીપોત્સવી ઉજવાય છે. તે સર્વવિદિત છે. પ્રમુખ બાયડેને વ્હાઈટ હાઉસમાં બ્લ્યુ રૂમ, ફર્સ્ટ લેડી જિલ બાયડેનની સાથે દીપક પ્રકટાવ્યો ત્યારે અગ્રીમ ભારતવંશીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.
દિવાળીની ઉજવણીમાં ભારતીય મૂળના જાણીતા લોકોને બોલાવવામાં આવ્યા હતા. ભાષણ દરમિયાન બાયડને કહ્યું હતું, કે વ્હાઇટ હાઉસ મારુ નહીં, તમારું જ ઘર છે. જે બાદ વ્હાઇટ હાઉસનો હૉલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો.
સુનિતા વિલિયમ્સ પણ ઉજવણીમાં જોડાયા
તેઓએ આ પૂર્વે સુનિતા વિલિયમ્સને આ અંગે માહિતી મોકલી દીધી હતી. તેથી પ્રમુખ અને ફર્સ્ટ લેડી દીપ પ્રકટાવતા હતાં ત્યારે સુનિતા વિલિયમ્સ જેને સૌ પ્રેમથી 'સુની' કહે છે. તે પણ વિડીયો દ્વારા સ્પેસ-સ્ટેશનમાંથી જોડાયા હતાં. સુનિતા પાકા હિન્દુ છે. તે તેમની સાથે ઉપનિષદ અને ભગવદ્ ગીતા પણ સાથે લઈ ગયા છે. તે માત્ર વાંચતા જ નથી. તેઓએ તે જીવનમાં ઉતાર્યા છે, તેથી આટલી કઠોળ પરિસ્થિતિમાં પણ તેઓ સ્થિતપ્રજ્ઞા રહી શકયા છે.