કમલા હેરિસ નકામા, જો બાઈડેન તો માંડ માંડ ચાલી શકે છે, ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પ્રહાર
US President Election News | પ્રમુખ જો બાયડેન વેજીટેબલ સ્ટેજ નજીક પહોંચી ગયા છે : પ્રમુખ જો બાયડેને ફરી પ્રમુખપદની સ્પર્ધામાં નહીં ઉભા રહેવા કરેલા નિર્ણય પછી એલન મસ્કને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે ધડાકો કર્યો. આ સાથે ટ્રમ્પે તેઓની માનસિક સ્થિતિ અંગે પણ શંકા ઉઠાવી હતી અને કહ્યું મેં આજે તેમને બીચ ઉપર જોયા હતા. તેઓને ત્યાં જવા જ શા માટે દીધા તે પ્રશ્ન છે ?
આમ છતાં વ્હાઈટ હાઉસે તો જણાવ્યું હતું કે પ્રમુખે તેઓની વયને લીધે ત્યાગ પત્ર આપ્યું નથી. તે સામે તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા વિડીયોમાં પ્રમુખ બાયડેને ખુરશી પણ ન ઉઠાવી શકતા જોયા પછી ટ્રમ્પે કહ્યું તે પરિસ્થિતિ જ અસ્વીકાર્ય છે. તેઓ ૩ ઔંસની ખુરશી જે બાળક પણ ઉઠાવી શકે તે ઉઠાવી શકતા નથી. સમગ્ર પરિસ્થિતિ જ વિચિત્ર બની ગઈ છે.
આ ઇન્ટરવ્યૂમાં એન્કર તરીકે રહેલા એલન મસ્કે કહ્યું : ભલે બાયડેને હેરીસને આશિર્વાદ આપી પ્રમુખ પદની સ્પર્ધામાં તેઓને સ્થાને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મુકયા પરંતુ તેઓ કાર્યસાધક નથી. (નકામા છે) સમગ્ર સ્કેમ શરૂ થયો ત્યારથી હજી સુધી તેઓએ એક પણ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. તેઓએ સંવાદદાતાઓના કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. પરંતુ સળંગ ઇન્ટરવ્યુ આપ્યો નથી.
બાયડેને યુક્રેન-યુદ્ધ અંગે લીધેલા અભિગમની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું કે, એવું લાગે છે કે પ્રમુખમાં આઈક્યુ જ નથી અથવા તો ઘણો ઓછો છે. (બુદ્ધિ જ નથી, અથવા તો ઘણી ઓછી છે.) બાયડેને કહ્યું હતું કે, યુક્રેન કદાચ નાટોનું સભ્ય બનશે. આમ કહ્યું તેથી તો રશિયાએ યુદ્ધ શરૂ કર્યું. બાયડેને આવા વિધાનો કર્યા જ ન હોત તો પુતિન યુક્રેન ઉપર આક્રમણ કરત જ નહીં.
ટ્રમ્પે વધુમાં કહ્યું, તમે જાણો જ છો કે બાયડેને જ રશિયાને આ રીતે છંછેડયુ હતું. નહીં તો તેને તેમાં (તે યુદ્ધમાં) જોડાવાનું કોઈ કારણ જ ન હતું. હું ગયો. (પ્રમુખ પદથી ગયો.) ત્યારે મને ત્યાર પછી તેઓએ (રશિયાએ) યુક્રેન સાથેની તેમની સરહદો, સૈન્ય જમાવટ શરૂ કરી સાચું ? હું તે જોઈ રહ્યો હતો. જરૂર હતી તે સમયે પુતિન સાથે ચર્ચા કરવાની પુતિન ચર્ચામાં પણ એકક્કા છે, પરંતુ આપણે તો ચર્ચા જ ન કરી. તેનું પરિણામ ભોગવીએ છીએ.