Get The App

કોરોના લોકડાઉન સમયે જિન પિંગ સરકારની બર્બરતા પર ફિલ્મ બનાવનાર નિર્માતાને 3 વર્ષની કેદની સજા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
કોરોના લોકડાઉન સમયે જિન પિંગ સરકારની બર્બરતા પર ફિલ્મ બનાવનાર નિર્માતાને 3 વર્ષની કેદની સજા 1 - image


- કોરોના લોકડાઉન વિરૂદ્ધ થયેલાં પ્રદર્શનો કચડવા માટે શી જિન પિંગ સરકારનાં કઠોર પગલાં પર ફિલ્મ બનાવાઈ હતી

બૈજિંગ : કોરોના લોકડાઉન પર શી જિન પિંગ સરકારની બર્બરતા દર્શાવતી ફિલ્મ બનાવવા માટે તે ફિલ્મના નિર્મિતા અને દિગ્દર્શક ચેન પિનલિનને ૩ વર્ષથી વધુ સમયની સજા ફરમાવવામાં આવી હતી. તે માટે તેને બે વખત તો જેલમાં મોકલાયો હતો.

વાસ્તવમાં ચીનમાં કોરોના લોકડાઉન સમયે શી જિનપિંગ સરકારે લોકોને ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. બે વર્ષ સુધી લોકોને ઘરમાં પૂરી રાખ્યા હતા. માત્ર અમુક સમયે જ થોડા સમય પૂરતા તેઓને બહાર જવા દીધા હતા. દરમિયાન કેટલાયે લોકોના ધંધા બંધ થઇ ગયા હતા, લોકોને ભૂખે મરવાનો સમય આવી ગયો હતો.

નવેમ્બર ૨૦૨૨માં ચીનની ઝીરો-કોવિદનીતિ વિરૂદ્ધ લોકો સડક પર ઉતરી ગયા હતા, અને પ્રમુખ શી જિનપિંગનાં રાજીનામાની માગણી કરી રહ્યા હતા.

તે સમયે સત્તાધારી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોની સ્થાયી સમિતિમાં નંબર-૨ પદ સુધી પહોંચેલા લી કિયાંગે વિરોધ દબાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે પ્રદર્શનકારીઓને વીણી વીણીને જેલ ભેગા કરી દીધા હતા અને તેના અગ્રણીઓને સખત માર પણ માર્યો હતો. આ ઉપરાંત ચેન પિનલિને એક શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી હતી. તેને પહેલીવાર ૨૯ નવેમ્બર ૨૦૨૩માં પોલીસ અટકાયતમાં લઇ જવાયા હતા. પછી ૫ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે શાંઘાઈ પોલિસે તેઓને ઓફીશ્યલ તે ફિલ્મ બનાવવા માટે ગિરફતાર કર્યા હતા.

ચીનની ગુપ્ત માનવાધિકાર સંસ્થા વેઇક્વાન વાંગ મંગળવારે જણાવ્યું હતું કે ચેન પિનલિનને એક વર્ષથી વધુ સમય સુધી જેલમાં યાતનાઓ આપવામાં આવી હતી. અને બંધ બારણે૩ કલાક કોર્ટમાં સુનાવણી ચલાવી પછી સજાનું એલાન કરાયું.

આ પિનલિને અંગ્રેજીમાં નોટ-ધી-ફોરેન કોર્સ નામની યુ ટયુબ અને એક્સ પર ડોક્યુમેન્ટરી પણ પ્રસિદ્ધ કરી હતી. જો કે આ ફિલ્મ અત્યારે તો ચીનમાં પ્રતિબંધિત છે. ડોક્યુમેન્ટરીમાં ચીની સરકારના લોક-ડાઉનના સખતના હુક્મના વિરોધમાં થયેલાં પ્રદર્શનોનો મૂળ, વિડીયો દર્શાવવામાં આવ્યો છે.


Google NewsGoogle News