Get The App

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે જીમી કાર્ટરની 9મી જાન્યુ.એ વોશિંગ્ટનમાં અંતિમ ક્રિયા

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે જીમી કાર્ટરની 9મી જાન્યુ.એ વોશિંગ્ટનમાં અંતિમ ક્રિયા 1 - image


- 9મી જાન્યુ. રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરાયો સુપ્રીમ કોર્ટ પણ તે દિવસે બંધ રહેશે

વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરની અંતિમ ક્રિયા તા. ૯ જાન્યુઆરીએ પાટનગર વોશિંગ્ટનમાં યોજાશે. તે દિવસ રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરાયો છે. તે દિવસે અમેરિકાની અદાલતો બંધ રહેશે. સર્વોચ્ચ અદાલત પણ દિવંગત પ્રમુખનાં માનમાં બંધ રહેશે. સોમવારે સુપ્રીમ કોર્ટે જ આ જાહેરાત કરી હતી.

આ પૂર્વે તા. ૪ જાન્યુઆરીએ કાર્ટરના નશ્વર દેહને તેઓનાં બાળપણનાં વતન જ્યોર્જીયાનાં પ્લેન્સ શહેર પાસેનાં ફેમિલી ફાર્મમાં રાખવામાં આવશે ત્યાં સૌ કોઈ અંતિમ દર્શન કરીને પછી તે નશ્વર દેહ જ્યોર્જીયા રાજ્યમાં વિધાનગૃહે લઈ જવાશે ત્યાંથી જાન્યુઆરી ૭મી સુધી એટલાન્ટા સ્થિત કાર્ટર પ્રેસિડેન્શ્યલ સેન્ટરમાં રાખવામાં આવશે તે પછી તે રાષ્ટ્રીય સંસદગૃહ ધી કેપિટોન લઈ જવાશે જ્યાં જનસામાન્ય તેઓનાં અંતિમ દર્શન કરી શકશે.

૯મી જાન્યુઆરીએ આ રીતે ૨૧ ગન સેલ્યુટ સાથે પૂર્વ પ્રમુખ કાર્ટરની અંતિમ ક્રિયા પણ કરવામાં આવશે.

કાર્ટરને પ્રમુખ બાયડેન તથા નવ-નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભાવાંજલિઓ અર્પી હતી.

દિવંગત પ્રમુખ કાર્ટરને માનવ અધિકારો અને લોકશાહી મૂલ્યોના વિકાસ માટે ૨૦૦૨માં શાંતિનું નોબેલ પ્રાઇસ અપાયું હતું.


Google NewsGoogle News