નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અમેરિકાના પૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું નિધન, કેન્સર પીડિત હતા
Jimmy Carter Died News | અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ હતા. કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને પ્રમુખ બન્યા હતા. તેઓ ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા
તેઓ 1977 થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. જિમી કાર્ટર લાંબા સમયથી બીમાર હતા. તેમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્ટરનો જન્મ 1 ઓક્ટોબર, 1924ના રોજ થયો હતો. કાર્ટર 1971 થી 1975 સુધી તે જ્યોર્જિયાના ગવર્નર પદે રહ્યા હતા.
જ્યોર્જિયામાં અંતિમ શ્વાસ લીધા
2002માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તેમણે અમેરિકાના મધ્ય પૂર્વ સંબંધોનો પાયો નાખ્યો. તે જ્યોર્જિયાના પ્લેન્સના નાના શહેરમાં મૃત્યુ પામ્યા. તેમણે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. નવેમ્બર 2023માં તેમની પત્ની રોઝલિનનું પણ આ જ ઘરમાં નિધન થયું હતું. તેઓ એક વેપારી, નૌકા અધિકારી, રાજકારણી, વાટાઘાટકાર, લેખક પણ રહી ચૂક્યા હતા. એટલું જ નહીં, તે સુથારનું કામ સારી રીતે જાણતા હતા.