અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનું 100મા વર્ષે નિધન, 2002માં તેઓને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ અપાયું હતું
- માનવ અધિકારના તેઓ પ્રખર પ્રવકતા હતા
- જાન્યુ. 20, 1977માં તેઓએ સત્તા સંભાળી, કેમ્પ-ડેવિડ ખાતે ઇઝરાયલ- ઇજીપ્ત વચ્ચે શાંતિ મંત્રણાઓ યોજી સમાધન કરાવ્યું
વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનું ૧૦૦મા વર્ષે તેઓના વતનના શહેર જ્યોર્જીયામાં પ્લેઈન્સમાં ગઈકાલે (રવિવારે) નિધન થયું હતું. તેઓ અમેરિકાના સૌથી લાંબુ જીવનારા પૂર્વ પ્રમુખ હતા.
છેલ્લા બે વર્ષથી તેઓ પ્લેઇન્સની હોસ્પિટલમાં સારવાર નીચે હતા. એક વર્ષથી થોડા વધુ દિવસો પૂર્વે તેઓનાં પત્ની રોઝાલિનનું ૯૬ માં વર્ષે નિધન થયું ત્યારે તેઓના નિધનની ફલ્યુનરલ સર્વિસ સમયે વ્હીલ-ચેરમાં બેસી પોતાના પત્નીને અલવિદા કહી હતી. પશ્ચિમના જગતમાં ભાગ્યે જ જોવા મળતું તેઓનું લાંબુ અને અખંડ દાંપત્ય જીવન હતું.
જાન્યુઆરી ૨૦, ૧૯૭૭ના દિને તેઓ અમેરિકાના પ્રમુખપદે સત્તારૂઢ થયા હતા. પરંતુ માત્ર એક જ વર્ષમાં રોનાલ્ડ રીગને તેઓને પદ પરથી દૂર કર્યા હતા. અ અમેરિકાની એક ઐતિહાસિક ઘટના હતી. જોકે આટલા ટૂંકા સમયમાં પણ તેઓએ કેમ્પ-ડેવિડ ખાતે ઇઝરાયલ અને ઇજીપ્ત વચ્ચે શાંતિ કરારો કરાવ્યા હતા.
તેઓએ કહ્યું હતું કે, આપણી વિદેશ નીતિનો પણ મૂળાધાર માનવ અધિકારો જ હોઈ શકે. કારણ કે માનવ અધિકારો આપણી રાષ્ટ્રયતાનો આત્મા છે.
પ્રમુખ પદેથી ઉતર્યા પછી તેઓએ સખાવતી અને માનવતા ટ્રસ્ટ સ્થાપ્યું હતું. તે ગરીમા અને દુ:ખી માનવોને મની-કપડાં અને દવાઓ પણ આપતું હતું. તે સમગ્ર કાર્યવાહી કાર્ટર-પ્રેસિડેન્શ્યલ સેન્ટર દ્વારા હાથ ધરાવી હતી..