જાપાનના શેર ઇન્ડેક્ષ નિક્કીમાં ૩૭ વર્ષ પછી પહેલીવાર મોટો કડાકો. બ્લેક મંડેથી દુનિયામાં હાહાકાર
૨૨૫ શેરોનો નિક્કેડ સૂચકાંક સોમવારે ૪૭૦૦ જેટલો તૂટયો હતો.
વર્ષો પછી પ્રથમવાર શેર માર્કેટમાં નેગેટિવ અસર જોવા મળી છે
ટોક્યો,૫ જુલાઇ,૨૦૨૪,સોમવાર
અમેરિકામાં મંદીના અહેવાલના ડરથી ભારતના શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. જાપાનની વાત કરીએ તો ૧૯૮૭ પછી પ્રથમ વાર નિક્કેડ માર્કેટમાં 12 ટકા જેટલો તૂટયો હતો. જાપાનના શેર બજારમાં રોકાણકારોને માટે પણ 37 વર્ષ પછી પ્રથમવાર બ્લેક મંડે સાબીત થયો હતો. 225 શેરોનો નિક્કેડ સૂચકાંક સોમવારે 4700 જેટલો તૂટયો હતો. જે શેર માર્કેટના કુલ સૂચકાંકના 12 ટકા જેટલો હતો. આ સાથે જે કરન્સી યેનની મજબૂતી પર પણ વિપરિત અસર થઇ હતી.
બેંક ઓફ જાપાન (બીઓજે)એ વ્યાજ દર વધારતા ટોકયોમાં શેરની કિંમતો પર અસર થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નિક્કી સૌથી વધુ ઓકટોબર 1987માં 3866 અંક એટલે કે 14.9 ટકાનો કડાકો થયો હતો. ત્યાર બાદ પ્રથમવાર શેર માર્કેટમાં નેગેટિવ અસર જોવા મળી છે. જાપાન જ નહી દુનિયા ભરના બજારો વિપરિત અસરથી પરેશાન છે. એશિયાઇ બજારો પર દિવસના અંતે ઘટાડાની અસરમાંથી બહાર આવી શકયા ન હતા. અમેરિકી શેર બજારમાં ગત અઠવાડિયે કારોબારના અંતિમ દિવસે માર્કેટ તૂટયા તેની અસર સોમવારે ખુલતા દિવસે જોવા મળી રહી છે.