જાપાનમાં ૦.૪૨ ટકા સાથે ૧ વર્ષમાં વસ્તીમાં ૫૩૧૭૦૦નો ઘટાડો

જાપાનની વસ્તી ૨૦૦૯માં ૧૨ કરોડ અને ૭૦ લાખ હતી

ત્યાર પછી છેલ્લા ૧૫ વર્ષથી વસ્તીમાં ઘટાડો થઇ રહયો છે

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News


જાપાનમાં ૦.૪૨ ટકા સાથે ૧ વર્ષમાં વસ્તીમાં ૫૩૧૭૦૦નો ઘટાડો 1 - image

ટોકયો,૨૫ જુલાઇ,૨૦૨૪,ગુરુવાર 

જાપાનની જનસંખ્યામાં સતત ૧૫ વર્ષે ઘટાડો થયો છે. જાપાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ૧ જાન્યુઆરી સુધી જાપાનમાં રહેતા લોકોની સંખ્યા ૧૨ કરોડ ૪૮ લાખ અને ૮૫ હજાર જેટલી છે. એક વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ ૫૩૧૭૦૦ એટલે કે ૦.૪૨ ટકા ઘટાડો થયો છે. ટોક્યોની જન સંખ્યા ૧ કરોડ અને ૩૯ લાખ જેટલી છે. ત્યાર પછી ૯૨ લાખ પ્રીફેકચર કાનાગાલા તથા ત્રીજા નંબરે ૮૭ લાખ સાથે ઓસાકા પ્રીફેકચરની વસ્તી છે.

તોત્તોરિ પ્રીફેકચરની વસ્તી ઓછામાં ઓછી ૫૪૦૨૦૦ ઘટી છે. ટોક્યો,ઓકિનાવા અને ચિબામાં વાર્ષિક આધારે જનસંખ્યામાં વધારો થયો છે. જયારે બાકીના પ્રીફેકચરોમાં ઘટાડો થયો છે. ૧૯૬૮મં સર્વેક્ષણ શરુ થયા પછી જાપાનમાં ઘટતી વસ્તી મોટી રાજકિય અને સામાજિક સમસ્યા છે. જાપાનની જનસંખ્યા વર્ષ ૨૦૦૯માં ૧૨ કરોડ અને ૭૦ લાખ જેટલી હતી જે સૌથી વધુ હતી. ત્યાર પછી ઓછા વત્તા પ્રમાણમાં વસ્તી ઘટી રહી છે.



Google NewsGoogle News