Get The App

જાપાની ખાનગી સ્પેસ કંપની 'સ્પેસ વન'નું રોકેટ ઉડાણભર્યા પછી દુર્ઘટનાગ્રસ્ત, ખાનગી સાહસને મોટો ફટકો

રોકેટ ૫૦૦ કિલોમીટરની ઉંચાઇએ ઉપગ્રહને સ્થાપિત કરવાનું હતું

રોકેટની ઇંધણ સિસ્ટમમાં સમસ્યા સર્જાતા સપનું રોળાયું

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
જાપાની ખાનગી સ્પેસ કંપની 'સ્પેસ વન'નું રોકેટ ઉડાણભર્યા પછી દુર્ઘટનાગ્રસ્ત, ખાનગી સાહસને મોટો ફટકો 1 - image


ટોક્યો, ૧૪ માર્ચ,૨૦૨૪,ગુરુવાર 

જાપાનની વેંચર કંપની સ્પેસ વનનું કાઇરોસ રોકેટે અવકાશમાં ઉડાણ ભરી તેના થોડા ક જ સમયમાં જ દુઘર્ટનાનો ભોગ બન્યું હતું. વાયાકામા પ્રીફેકચર સ્થિત કુશિમોતોનગરમાં બુધવારે સવારે ૧૧ વાગે પ્રક્ષેપિત થયેલા રોકેટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ સાથે જ જાપાનની સ્પેસ કંપનીએ સમગ્ર અભિયાને થંભાવી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એક નાનો ઉપગ્રહ લઇને જઇ રહેલું રોકેટમાં ઇંધણ સિસ્ટમમાં સમસ્યા સર્જાઇ હતી.

સ્થાનિક ઇમરજન્સી સેવાના જણાવ્યા અનુસાર રોકેટ વિસ્ફોટથી કોઇ જાનહાની થઇ નથી. રોકેટ ઉડાણભર્યાના ૫૦ મિનિટ પછી ૫૦૦ કિલોમીટરની ઉંચાઇએ નાના ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવાનું હતું જેમાં કારમી નિષ્ફળતા મળી હતી.  ઉપગ્રહને કેબિનેટ સેટેલાઇટ ઇન્ટેલિજન્સ સેન્ટર દ્વારા વિકસિત કરવામાં આવ્યો હતો.  જો આ પ્રેક્ષપણ સફળ થયું હોતતો સ્પેસ વન આ સિધ્ધિ મેળવનારી જાપાનની પ્રથમ ખાનગી કંપની બનવાની હતી.



Google NewsGoogle News