જાપાનના રસાયણ વિજ્ઞાનીએ ૧૯૭૩માં પ્રથમવાર કોલેસ્ટ્રોલની દવા શોધી હતી, 90 વર્ષે થયું નિધન

૧૯૮૭માં પહેલીવાર આર્ટરિઓસેસેરોસિસ દવા બજારમાં આવી હતી.

કોલેસ્ટ્રોલથી ધમનીઓ કઠણ થવાથી હ્વદય હુમલાની શકયતા રહે છે

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
જાપાનના રસાયણ વિજ્ઞાનીએ ૧૯૭૩માં પ્રથમવાર કોલેસ્ટ્રોલની દવા શોધી હતી, 90 વર્ષે થયું નિધન 1 - image


ટોકયો,૧૧ જૂન,૨૦૨૪,મંગળવાર 

કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે સ્ટૈટિન શોધીને કોરોનોરી હ્વદયરોગની સારવારમાં ક્રાંતિ લાવનારા જાપાનના રસાયણ વિજ્ઞાની એંદો અકિરાનું ૯૦ વર્ષે નિધન થયું છે.  પૂર્વોત્તર જાપાનના આકિતા પ્રિફેકચરમાં ૧૯૩૩માં જન્મેલા એંદોએ એક દવા કંપનીમાં નોકરી કરતા હતા. તેમણે તોહોકુ યુનિવર્સિટીમાં કૃષિ સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ ૧૯૭૦ના દાયકામાં તેમણે મેડિશિન કંપનીમાં રિસર્ચ દરમિયાન કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ મેળવતી દવાના સંશોધન પર ફોકસ કર્યુ હતું. કોલેસ્ટ્રોલ જામવાથી ધમનીઓ કઠણ થઇ જાય છે આવા સંજોગોમાં હ્વદયહુમલાની શકયતા વધી જાય છે. 

જાપાનના રસાયણ વિજ્ઞાનીએ ૧૯૭૩માં પ્રથમવાર કોલેસ્ટ્રોલની દવા શોધી હતી, 90 વર્ષે થયું નિધન 2 - image

૧૯૭૩માં તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ફૂગ દ્વારા પેદા થતા સ્ટૈટિન નામના પદાર્થની કોલેસ્ટ્રોલ પેદા થતો અટકાવી શકાય છે. સ્ટૈટિન પર ખૂબ સંશોધન પ્રયોગ થયા પછી ૧૯૮૭માં અમેરિકામાં પહેલીવાર આર્ટરિઓસેસેરોસિસ દવા તરીકે બજારમાં મુકવામાં આવી હતી. ત્યાર પછી જાપાનમાં પણ હ્વદયરોગની દવાનું વેચાણ શરુ થયું હતું. દુનિયામાં કોલેસ્ટ્રોલ વધવાથી મોત થતા હતા ત્યારે સ્ટૈટિન સૌથી વધુ વેચાતી દવા બની હતી.

જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર રસાયણ વિજ્ઞાની એંગો અકિરાને તેમની આ ઉપલબ્ધિ બદલ ૨૦૦૮માં અમેરિકામાં લાસ્કર પુરસ્કાર જયારે ૨૦૧૭મા ંકેનેડામાં ગેર્ડનર ઇન્ટરનેશનલ પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં જાપાન સરકારે પર્સન ઓફ ધ કલ્ચરલ મેરિટ તરીકે સન્માનિત કર્યા હતા. એંદો ઘણા સમયથી ગુમનામીમાં જીવતા હતા. તેમના નિકટના સંબંધીઓના જણાવ્યા અનુસાર ૫ જુનના રોજ ટોકયો ખાતે એક સારવાર કેન્દ્રમાં અંતિમશ્વાસ લીધા હતા.


Google NewsGoogle News