જાપાન બાંગ્લાદેશ પાસેથી પોતાના ૪૩ શહિદ સૈનિકોના અવશેષો મંગાવશે. બીજા વિશ્વયુદ્ધની કહાની

જાપાનના સૈનિકોને બ્રિટનની સેનાએ ઇમ્ફાલની લડાઇ દરમિયાન પકડયા હતા

પૂર્વી જિલ્લા કોમિલામાં જાપાનના સૈનિકોનું સમાધિ સ્થળ આવેલુ છે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News


જાપાન બાંગ્લાદેશ પાસેથી પોતાના ૪૩ શહિદ  સૈનિકોના અવશેષો મંગાવશે. બીજા વિશ્વયુદ્ધની કહાની 1 - image

ટોક્યો,૧૦ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર 

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું ત્યારે જાપાન બર્મા સુધી આવી ગયું હતું. હાલના બાંગ્લાદેશ ગણાતા બંગાળ પ્રાંતમાં જાપાની સૈનિકોને બંદી બનાવીને રાખવામાં આવ્યા હતા.  આ સૈનિકોને અવશેષો હાલના બાંગ્લાદેશ પાસેથી મંગાવશે. જાપાની સમાચાર સંસ્થા એનએચકેના જણાવ્યા અનુસાર સૈનિકોના અવશેષો પાછા લાવવાનું કાર્ય નવેમ્બર માસમાં શરુ થશે. જાપાન કલ્યાણ મંત્રાલયની માહિતી અનુસાર આ સૈનિકોને બ્રિટનની સેનાએ ઇમ્ફાલની લડાઇ દરમિયાન  પકડવામાં આવ્યા હતા. 

આ એક એવી લડાઇ હતી જેમાં જાપાન બ્રિટનના નિયંત્રણવાળા પૂર્વોત્તર ભારત પર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છતું હતું. ઇન્ફાલથી પકડવામાં આવેલા ૪૩ જાપાની સૈનિકોને બંગાળ (હાલમાં બાંગ્લાદેશ) લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને વર્ષોના વ્હાણા વહી ગયા પછી જાપાન સરકારને ૨૦૧૪માં એક સર્વેક્ષણ માલૂમ પડયું હતું કે બાંગ્લાદેશમાં જાપાનના સૈનિકોની સમાધિઓ આવેલી છે. બાંગ્લાદેશ પાસેથી જાપાને સમાધી આસપાસથી અવશેષોની માંગણી કરી હતી. 

જાપાનનું એક પ્રતિનિધિમંડળ  પૂર્વી જિલ્લા કોમિલામાં આવેલા સમાધિ સ્થળે એક પ્રતિનિધિ મંડળ મુલાકાત લેવાનું ચછે. આ સ્થળે ૨૪ સૈનિકોને દફન કરવામાં આવ્યા હતા. જાપાનના યુધ્ધ ગુમશુદા અને પ્રત્યાવર્તન સંગઠનના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં પહેલા કોરોના મહામારી અને ત્યાર પછી બગડતી જતી સુરક્ષાની સ્થિતિના લીધે અવશેષો મેળવવામાં વાર લાગી છે. જાપાનના કલ્યાણ મંત્રાલયે યુદ્ધકાલીન માહિતી અને અવશેષોનું સર્વેક્ષણ કામ આ સંગઠનને સોપ્યું છે.  


Google NewsGoogle News