સમુદ્રની અંદર પિરામિડ જેવી ઈમારત! જાણો શું છે આ 10 હજાર વર્ષ જુના શહેરનું રહસ્ય
જાપાનના યોનિગુનિ દ્વીપમાં પાણીની અંદર પિરામિડ આકારની ઈમારત મળી હોવાનું સામે આવ્યું છે
Image Twitter |
તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર
સમુદ્રની અંદર એક પિરામિડ જેવી ઈમારત જોવા મળી છે. મહત્વની વાત એ છે કે તેનો આકાર પ્રકારનો છે કે એક મહેલ, મંદિર કે સ્ટેડિટમ જેવા લાગી રહ્યો છે. અને એવુ લાગે છે કે જાણે દરેક રસ્તા તેની સાથે જોડાયેલ છે.
એવુ માનવામાં આવે છે કે અહીં 10 હજાર વર્ષ પહેલા એક શહેર હતું
જાપાનના યોનિગુનિ દ્વીપમાં પાણીની અંદર પિરામિડ આકારની ઈમારત મળી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ ક્યાથી આવ્યું, તેની પાછળ શું રહસ્ય છે તેના વિશે આજે વાત કરીએ. રિપોર્ટ પ્રમાણે એવુ માનવામાં આવે છે કે અહીં 10 હજાર વર્ષ પહેલા એક શહેર હતું. તે લુપ્ત થયા વિશેની વાત જાણવા મળી. તેના અવશેષો આજે પાણીની અંદર છે. આ અવશેષોમાં જે વસ્તુ સૌથી આશ્ચર્ય પમાડે તેવી છે, અને તે પિરામિડ જેવી એક ઈમારત છે. જે મહેલ, મંદિર કે સ્ટેડિટમ જેવા દેખાઈ રહી છે. આ સિવાય એવુ લાગી રહ્યું છે કે, જાણે તે દરેક રસ્તા સાથે જોડાયેલ હતી.
આ જટિલ સૌથી મોટી રચના છે, આ પિરમિડ સીડીના સ્ટેપ જેવું દેખાય છે
ઈંડિપેંડેંટ યુકેના રિપોર્ટ પ્રમાણે, સમુદ્રની અંદર પિરામિડના અવશેષો મળવાની વાત કરવામાં આવી છે. સમુદ્રી જીવવિજ્ઞાની મસાકી કિમરાએ વર્ષ 2007માં નેશનલ જીઓગ્રાફિકને કહ્યુ હતું કે, આ જટિલ સૌથી મોટી રચના છે, આ પિરમિડ સીડીના સ્ટેપ જેવું દેખાય છે, જે 25 મીટરની ઉંચાઈએથી નિકળે છે. તે સમયે કિમુરા 15 વર્ષથી આ રચનાઓનો નકશો બનાવી રહ્યા હતા. જ્યારે તેને જોવા માટે નીચે પાણીમાં ગયો ત્યારે ખાતરી થઈ ગઈ કે આ તે પ્રાચીન શહેરનો ભાગ છે.
રિપોર્ટ પ્રમાણે તેમનું અને અન્ય લોકોનું માનવું હતું કે, તેમને દેશના જોમોન લોકો દ્વારા બનાવવામાં આવી હતી. આ સાથે 12000 ઈસા પુર્વમાં દ્વીપમાં રહેતા હતા. પરંતુ આજે દરેક લોકો નિષ્ણાતોની વાતોને સાચી માનતા નથી.
1986માં એક સ્થાનિક સંશોધનકર્તાએ પહેલીવાર પિરામિડવાળી આ જગ્યાને જોઈ હતી
જો કે બન્ને નિષ્ણાતોએ આ વાત કર્યાને પણ 16 વર્ષથી વધારે સમય થઈ ગયો છે. તેમજ પાણીની અંદર મળી રચનાને પણ 37 વર્ષથી થઈ ગયા પરંતુ હજુ સુધી તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે રહસ્ય ઉકેલાયુ નથી. 1986માં એક સ્થાનિક સંશોધનકર્તાએ પહેલીવાર પિરામિડવાળી આ જગ્યાને જોઈ હતી. ત્યારથી પૃથ્વી પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે.