Get The App

ભારતનો 'મિત્ર' દેશ આજે કરશે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રનું નિર્માણ કેવી રીતે થયું તે જાણવાનું છે લક્ષ્ય

જાપાની સ્પેસ એજન્સી JAXAએ જણાવ્યું કે સ્નાઈપર આજે રાતે 9 વાગ્યે ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા પ્રયાસ કરશે

Updated: Jan 19th, 2024


Google News
Google News
ભારતનો 'મિત્ર' દેશ આજે કરશે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રનું નિર્માણ કેવી રીતે થયું તે જાણવાનું છે લક્ષ્ય 1 - image


Japan SLIM Moon Mission: ભારતનું મિશન ચંદ્રયાન 3 સફળ રહ્યા બાદ હવે ભારતના મિત્ર દેશ તરીકે ઓળખાતા જાપાનનું મૂન મિશન સ્નાઈપર આજે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવાનો છે. જાપાની સ્પેસ એજન્સી JAXAએ જણાવ્યું કે સ્નાઈપર આજે રાતે 9 વાગ્યે ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા પ્રયાસ કરશે. 

જાપાનનું સ્નાઈપર ક્યારે રવાના થયું હતું? 

જાપાનને 6 સપ્ટેમ્બર 2023ના રોજ તેના સ્નાઈપરને ચંદ્ર માટે રવાના કર્યું હતું. ભારતના સફળ ચંદ્રયાન-3 મિશનની જેમ હવે દુનિયાની નજર જાપાનના આ મિશન પર ટકી ગઈ છે. જાપાનની સ્પેસ એજન્સીના જણાવ્યાનુસાર તેની લેન્ડિંગ પ્રોસેસ 20 મિનિટની રહેશે. 

જો મિશન સફળ રહેશે તો દુનિયાનો 5મો દેશ બની જશે 

જો આજે જાપાનનું આ મૂન મિશન સફળ રહેશે તો 1966 બાદ ચંદ્ર પર લેન્ડ કરનાર તે 5મો દેશ બની જશે. ઉલ્લેખનીય છે કે સ્નાઈપર 25 ડિસેમ્બરે ચંદ્રની ઓર્બિટમાં પ્રવેશ્યું હતું અને તેના બાદથી તે સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. જાપાનનું સ્નાઈપર અગાઉના મૂન મિશનમાં લેન્ડિંગની દૃષ્ટિએ સૌથી એડવાન્સ્ડ ટેક્નોલોજીથી લેસ છે. તેને એક નક્કી સ્થાન પર લેન્ડ કરાશે. આ મિશન પાછળ લગભગ 831 કરોડ રુ.થી વધુનો ખર્ચ કરાયો છે. 

ચંદ્ર પર જઈને શું કરશે સ્નાઈપર? 

અહેવાલ અનુસાર જાપાનું મૂન મિશન સ્નાઈપરનું લક્ષ્ય ચંદ્રના શિઓલી ક્રેટર (ખાડા) ની તપાસ કરવાનો છે. તે ચંદ્રના સી-ઓફ નેક્ટર ભાગમાં છે. ત્યાં સ્નાઈપર તપાસ કરશે કે ચંદ્રની રચના કેવી રીતે થઇ? અહીં ખનીજોની પણ તપાસ કરાશે અને સાથે જ આંતરિક ભાગો વિશે જાણકારી મેળવાશે. 

ભારતનો 'મિત્ર' દેશ આજે કરશે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રનું નિર્માણ કેવી રીતે થયું તે જાણવાનું છે લક્ષ્ય 2 - image

Tags :
Japan-SlimMoon-MissionSmart-LanderHistoric-lunar-landingChandryan-3

Google News
Google News