ટોપ-થ્રી ઈકોનોમીમાંથી બહાર થઈ જતા 17 વર્ષ બાદ પહેલી વાર જાપાને ભર્યું આ પગલું
જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટા અર્થતંત્રનો તાજ ગુમાવી દીધો
જાપાને અર્થતંત્રને ફરી વેગ આપવા માટે 17 વર્ષોમાં પહેલીવાર એક મોટો નિર્ણય લીધો છે
Image Twitter |
Japan Economy : જાપાનની અર્થવ્યવસ્થા હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ ગુમાવી દીધો છે. ટોપ-3 અર્થતંત્રમાંથી બહાર નીકળ્યા બાદ જાપાને અર્થતંત્રને ફરી વેગ આપવા માટે 17 વર્ષોમાં પહેલીવાર એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ જાપાને વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેન્ક ઓફ જાપાને મોનેટરી પોલિસી બેઠક બાદ આ મોટી જાહેરાત કરી છે.
આ તાજ હવે જર્મનીએ મેળવી લીધો છે
તમને જણાવી દઈએ કે હાલમાં જાપાને વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનો તાજ ગુમાવી દીધો છે, અને આ તાજ હવે જર્મનીએ મેળવી લીધો છે. જાપાને તેનું અર્થતંત્ર ફરી વેગવંતુ બનાવવા વર્ષ 2007 પછી પહેલીવાર તેના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
2007 પછી પહેલીવાર વધારો
રિપોર્ટ પ્રમાણે, ગત મંગળવારે જાપાનની કેન્દ્રીય બેંકે સુસ્ત થઈ ગયેલા અર્થતંત્રને ફરી નવી ગતિ આપવા માટે સેન્ટ્રલ બેંક ઓફ જાપાને મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત છેલ્લા 17 વર્ષમાં પહેલીવાર તેના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકની બેઠક પછી લાંબા સમયથી ચાલી રહેલા નીચા વ્યાજ દરોને વધારવાની જાહેરાત કરી. જાપાને છેલ્લે ફેબ્રુઆરી 2007માં વ્યાજદરમાં વધારો કર્યો હતો.
વ્યાજ દર -0.1 ટકાથી વધારીને 0.1 ટકા કર્યો
બેંક ઓફ જાપાને મંગળવારે થયેલી મીટિંગમાં ટૂંકા ગાળાના વ્યાજ દર -0.1 ટકાથી વધારીને 0.1 ટકા કર્યો છે. આ નિર્ણયથી હવે જાપાનનો વ્યાજ દર(Japana Interest Rate) હવે શૂન્યથી ઉપર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બેન્ક ઓફ જાપાને વર્ષ 2016માં વ્યાજ દરોને શૂન્યથી નીચે અથવા નેગેટિવ રેન્જમાં લાવવા જરૂરી પગલાં લીધાં હતાં.
શું છે આ નકારાત્મક વ્યાજ દર ?
અહીં એ વાત જાણવી જરુરી છે કે, આખરે આ નકારાત્મક વ્યાજ દર શું હોય છે. તો તમને જણાવી દઈએ કે આ નાણાકીય નીતિનું એક રુપ છે, જેમા વ્યાજ દરો 0 (શૂન્ય)ટકાથી નીચે રહે છે. કેન્દ્રીય બેંક અને નિયામક આ અસામાન્ય નીતિનો ઉપયોગ ત્યારે કરે છે, જ્યારે ડિફ્લેશનના મજબૂત સંકેતો હોય. નકારાત્મક વ્યાજ દરના વાતાવરણમાં વ્યાજ ધિરાણકર્તાઓને વ્યાજ આપવામાં આવે છે. જાપાન જ નહી પરંતુ યુરોપના કેટલાક અર્થતંત્રોમાં પણ તેનો અમલ કરવામાં આવે છે.