ફ્રાંસનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શકિતશાળી, ભારતનું સ્થાન 85માં ક્રમે

જાપાનનો પાસપોર્ટ દુનિયાનો શકિતશાળી પાસપોર્ટ હતો

પાકિસ્તાન નીચેથી ૪ થા સ્તરે ૧૦૬ મો ક્રમ ધરાવે છે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ફ્રાંસનો પાસપોર્ટ  દુનિયામાં સૌથી શકિતશાળી, ભારતનું સ્થાન 85માં ક્રમે 1 - image


પેરિસ,૧૯ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર 

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ ૨૦૨૪ મુજબ ફ્રાંસનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શકિતશાળી છે.  ફ્રાંસના પાસપોર્ટથી ૧૯૪ દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકાય છે. અગાઉ જાપાનનો પાસપોર્ટ દુનિયાનો શકિતશાળી પાસપોર્ટ મનાતો હતો પરંતુ તેને ફ્રાંસે 2024માં પાછળ રાખી દીધું છે. હેનલે પાસપોર્ટ  પાસપોર્ટ શકિતશાળી કેટલો છે તેના આધારે રેન્કિંગ બહાર પાડે છે.

ભારતની વાત કરીએ તો પાસપોર્ટ રેન્કિંગમાં ૮૫ મું સ્થાન ધરાવે છે. ભારતીય પાસપોર્ટના આધારે ૬૨ દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકાય છે.પાકિસ્તાન ૧૦૬ નંબરનું રેન્ક ધરાવે છે જે નીચેથી ૪ થા સ્તરે છે.  બાંગ્લાદેશ ૧૦૧ અને માલદિવ ૫૮મું સ્થાન ધરાવે છે. માલદીવના નાગરિકો કુલ ૯૬ દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે. ચીનની રેન્કિંગમાં કેટલોક સુધાર જોવા મળ્યો છે જે ૬૬માં સ્થાનેથી ૬૪માં સ્થાન પર છે.

ફ્રાંસનો પાસપોર્ટ  દુનિયામાં સૌથી શકિતશાળી, ભારતનું સ્થાન 85માં ક્રમે 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના પછી ટુરિઝમમાં વધારો કરવા માટે યુરોપિયન દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે.આથી તેના પાસપોર્ટમાં ગત વર્ષની સરખામણીમાં ૨ અંકની પ્રગતિ કરી છે. અમેરિકાના પાસપોર્ટ ધારકો ૧૮૯ દેશોમાં વગર વિઝાએ પ્રવાસ કરી શકે છે. અમેરિકાના પાસપોર્ટમાં ૬ અંકનો સુધાર જોવા મળે છે.

ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન અને સિંગાપુરના પાસપોર્ટ પણ વિઝા ફ્રીની દ્વષ્ટીએ શકિતશાળી ગણાય છે. આ ક્રમમાં ફિનલેંડ, દક્ષિણ કોરિયા, સ્વીડન, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આર્યલેંડ, લકઝમબર્ગ અને યુકે નંબર વન પર છે. સૌથી ખરાબ ગણાતા ટોપ ફાઇવ પાસપોર્ટમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઇરાક, પાકિસ્તાન અને યમનનો સમાવેશ થાય છે.  


Google NewsGoogle News