સમુદ્રની વચ્ચોવચ્ચ 20 અબજ ડૉલરના ખર્ચે બનેલું એરપોર્ટ ડૂબવાની અણીએ : એક રિપોર્ટ
એરપોર્ટ નિર્માણનું કાર્ય વર્ષ 1987મા શરુ થયું અને તેને તૈયાર થવામાં 7 વર્ષ જેટલો સમય લાગ્યો
એરપોર્ટનો રનવે 4 હજાર મીટર લાંબો છે જે સામાન્ય લંબાઈ કરતાં લગભગ બમણો
The Airpost is Sinking : મનુષ્યની જિજ્ઞાસાએ વિશ્વના ઘણા રહસ્યો ઉકેલ્યા છે અને ઘણા સંશોધનો કર્યા છે. માનવ જગતના ઈતિહાસની વાત કરીએ તો તેણે અવકાશની ઊંચાઈથી લઈને સમુદ્રની ઊંડાઈ પણ શોધી કાઢી છે, ત્યારે મનુષ્ય દ્વારા 7 વર્ષ કરતા પણ વધુ સમય અને 20 અબજ ડૉલરના ખર્ચે સમુદ્રની વચ્ચે એક એરપોર્ટનું નિર્માણ કર્યું હતું જે હવે ડૂબવાની અણીએ છે.
એરપોર્ટ લગભગ 40 ફૂટ સુધી ડૂબી ગયું : એક અભ્યાસ
કદાચ આ વાંચીને તમને વિશ્વાસ નહીં આવે પણ જાપાનના કંસાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કે જેની શરુઆત વર્ષ 1994માં થઈ હતી જે નજીકના શહેરો માટે ઉપયોગી છે તે વર્ષ 2018ના અભ્યાસ મુજબ લગભગ 40 ફૂટ સુધી ડૂબી ગયું છે અને 2056 સુધીમાં તે વધુ 13 ફૂટ ડૂબી જશે એવું અનુમાન છે ત્યારે સમુદ્રનું પાણી એરપોર્ટની સપાટી પર આવી જશે.
આ એરપોર્ટ શા માટે મહત્વનું છે ?
આ એરપોર્ટના નિર્માણનું કાર્ય વર્ષ 1987મા શરુ થયું હતું અને તેને તૈયાર થવામાં 7 વર્ષ જેટલો સમય અને 20 અબજ ડૉલરનો ખર્ચ થયો હતો. આજે પણ આ એરપોર્ટ દર વર્ષે અંદાજે 2.5 કરોડ મુસાફરોને સેવા આપે છે. આ એરપોર્ટનો રનવે 4 હજાર મીટર લાંબો છે જે જે સામાન્ય લંબાઈ કરતાં લગભગ બમણો છે. આ એરપોર્ટ મુખ્ય શહેરથી દૂર હોવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે 24 કલાક આરામથી ઓપરેટ કરી શકાય છે. આ ઓસાકા, ક્યોટો અને કોબે જેવા મોટા શહેરોને વિશ્વ સાથે કનેક્ટ કરે છે તો બીજી તરફ નિપ્પોન એરવેઝ, જાપાન એરલાઈન્સ અને નિપ્પોન કાર્ગો એરલાઈન્સ માટે બેઝ સ્ટેશન બેઝ સ્ટેશન તરીકે કામ કરે છે.
સમુદ્ર વચ્ચે કેમ બનાવવામાં આવ્યું ?
આ એરપોર્ટ બનાવવાનો મૂળ વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે ઓસાકાના જૂના એરપોર્ટ પર ખૂબ જ ભીડ થવા લાગી હતી. આ એરપોર્ટને બનાવવા માટે સમુદ્રમાં સી-બેડ બનાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત સી-બેડને ડૂબતા બચાવવા માટે તેની ચારેબાજુ સી-પ્રોટેક્શન વોલ (sea protection wall) બનાવવામાં આવી હતી. હવે એરપોર્ટ નિર્માણના 30 વર્ષ બાદ તેના પર બનેલા ટર્મિનલ બિલ્ડિંગના વજનના કારણે સી-બેડ ડૂબી રહ્યો છે જેના પગલે એરપોર્ટ પણ ડૂબી રહ્યું છે.
આ ઈટામી એરપોર્ટ તરીકે પણ ઓળખાઈ છે
આ એરપોર્ટનનું નામ 'કન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ' છે, જે ઓસાકા ખાડીની મધ્યમાં આવેલા કૃત્રિમ ટાપુ કાંકુજીમા પર આવેલું છે અને તેને ઇટામી એરપોર્ટ તરીકે પણ ઓળખાઈ છે. આ એરપોર્ટનો આકાર એરિયલ વ્યૂમાં લંબચોરસ સ્ટ્રીપ્સ જેવો દેખાય છે અને એરપોર્ટને વર્ષ 2019માં જાપાનનું ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ એરપોર્ટ બે ટર્મિનલ ધરાવે છે. આ એરપોર્ટના મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઇન ઈટાલિયન આર્કિટેક્ટ રેન્ઝો પિયાનોએ કરી હતી.