વૃદ્ધો માટે સ્વર્ગ છે જાપાન: દર 10 માંથી એક વ્યક્તિની ઉંમર 80થી વધુ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
વૃદ્ધો માટે સ્વર્ગ છે જાપાન: દર 10 માંથી એક વ્યક્તિની ઉંમર 80થી વધુ 1 - image

Image Source: Twitter

- 2040 સુધીમાં જાપાનમાં વૃદ્ધોની વસતી 34.8% થઈ જશે

ટોક્યો, તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર

જાપાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વૃદ્ધોની વસતી સૌથી વધુ છે. ત્યાં વૃદ્ધોની વસતી સૌથી વધુ છે તેની પાછળનું એક મોટું કારણ જન્મ દર વધારવા માટે કરવામાં આવેલા તમામ પ્રયત્નો અસફળ સાબિત થયા છે. તેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2040 સુધીમાં જાપાનમાં વૃદ્ધોની વસતી 34.8% થઈ જશે. ગત વર્ષે જાપાનમાં જન્મ લેનારા બાળકોની સંખ્યા 800,000થી ઓછી નોંધાઈ હતી જે 19મી સદી શરૂ થયા બાદ પહેલી વખત નોંધાઈ હતી. જાપાનના આંતરિક બાબતોના મંત્રાલયનું અનુમાન છે કે, દેશમાં 10 માંથી એક વ્યક્તિની ઉંમર 80થી વધુ છે. કારણ કે, પહેલી વખત જાપાનની વસતીમાં 80થી વધુ ઉંમરના લોકોની હિસ્સેદારી 10%થી વધુ છે.

એક રિપોર્ટ પ્રમાણે જાપાનના મંત્રાલય દ્વારા વૃદ્ધ દિવસ પર વાર્ષિક રિપોર્ટ જારી કરતા જન્મદરમાં સતત આવી રહેલા ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટ પ્રમાણે જાપાન વિશ્વનો સૌથી જૂનો દેશ બની ગયો છે જ્યાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ વધુ છે. જાપાનમાં આ વર્ષે 65 વર્ષના લોકોની વસતીનું પ્રમાણ 29.1% નોંધવામાં આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે 65 કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ગત વર્ષની સરખામણીમાં 10,000 ઘટીને 36.2 મિલિયન રહી ગઈ છે. આ ઘટાડાની 1950 ના ઉપલબ્ધ ડેટા સાથે તુલના કરીએ તો પ્રથમ વખત નોંધાયો છે. કુલ 36.2 મિલિયનમાંથી 15.7 મિલિયન પુરુષો અને 20.5 મિલિયન મહિલાઓ છે.

જન્મદરને સુધરવાના પ્રયત્નો નિષ્ફળ

આંકડા પ્રમાણે આ સ્તર બીજા સ્થાન પર રહેલ ઈટાલીના 24.5% અને ત્રીજા સ્થાને રહેલા ફિનલેન્ડના 23.6% સાથે તુલનાત્મક રીતે નોંધાયું છે. આ તમામ તુલનાત્મક રેકોર્ડના આધારે મંત્રાલયનું કહેવું છે કે, વિશ્વની સરખામણીમાં જાપાનમાં વૃદ્ધોની વસ્તીની ટકાવારી સૌથી વધુ છે કારણ કે દેશમાં જન્મદરને સુધારવાના પ્રયત્નો મોટા ભાગે અસફળ રહ્યા છે.

જાપાનમાં તમામ વૃદ્ધોમાંથી એક ચોથાઈ પાસે નોકરી છે જે દક્ષિણ કોરિયાના 36.2% કરતાં ઓછી છે. તેની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં 18.6% અને ફ્રાન્સમાં 3.9% સાથે ઘણી આગળ છે. આંકડા પરથી જાણી શકાય કે, 70થી 74 વર્ષની વચ્ચેની એક તૃતિયાંશથી વધુ વસતી પાસે જાપાનમાં નોકરીઓ છે અને 2040 સુધીમાં જાપાનની વૃદ્ધ વસ્તીના 34.8% હિસ્સો હોવાનું અનુમાન છે.

આવનારા દાયકાઓમાં દક્ષિણ કોરિયાને પણ દુનિયા જાપાનની રાહ પર જોશે

જાપાનના પીએમ Fumio Kishidaએ કહ્યું કે જો દેશ સખત પગલાં લોવામાં નહીં  આવે તો કામ કરવાની ક્ષમતા ગુમાવવાનો ડર છે પરંતુ અધિકારીઓ મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોનો સ્વીકાર કરવામાં સંકોચ કરી રહ્યા છે. પીએમ કિશિદાનું કહેવું છે કે, વધતી ઉંમર અને ઘટતી વસતી સંબંધિત આવી સમસ્યાઓ એશિયાના અન્ય ભાગોમાં પણ ફેલાઈ રહી છે. આવનારા દાયકાઓમાં દક્ષિણ કોરિયાને પણ દુનિયા જાપાનની રાહ પર જોશે. એટલે કે અહીં પણ લોકોની ઉંમર વધી રહી છે અને વસતી ઘટી રહી છે. જ્યારે ચીનની વસ્તી 60 વર્ષમાં પહેલીવાર 2022માં ઘટવા લાગી છે.


Google NewsGoogle News