જાપાને વિશ્વમાં પહેલીવાર હોલોગ્રામ ચલણી નોટો બહાર પાડી, નોટસની નકલ શકય બનશે નહી
૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી
૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર
ટોક્યો, ૩ જુલાઇ,૨૦૨૪,બુધવાર
ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.
૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.
જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે.