જાપાનમાં વિનાશક ભૂકંપ બાદ ભારતીય દૂતાવાસનું એલર્ટ, ઈમરજન્સી નંબર જાહેર કર્યા

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ઈમરજન્સી નંબર જાહેર કર્યા

જાપાનમાં 7.4ના ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ : ટ્રેનો સ્થગિત, રસ્તાઓ તૂટ્યા

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
જાપાનમાં વિનાશક ભૂકંપ બાદ ભારતીય દૂતાવાસનું એલર્ટ, ઈમરજન્સી નંબર જાહેર કર્યા 1 - image

Japan Earthquake : જાપાનમાં ભારતીય એમ્બેસીએ સોમવારે (1 જાન્યુઆરી) આવેલા ભયંકર ભૂકંપ બાદ જાપનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે. આ સિવાય એમ્બેસીએ એક ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટમાં કહ્યું કે, એમ્બેસીએ 1 જાન્યુઆરી 2024એ આવેલા ભૂકંપ અને સુનામી મામલે કોઈનો પણ સંપર્ક કરવા માટે એક ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કોઈને મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે.

જાપાનમાં 7.4નો ભૂકંપ

જાપાનમાં આજે 2024ની શરૂઆત સાથે જ ભૂકંપ આવ્યો હતો. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટવાના આદેશ અપાયા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે. 

સુનામીની ચેતવણી જારી

જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.


Google NewsGoogle News