Get The App

જાપાનમાં ત્રણ દિવસમાં જ ત્રીજી વખત ધરા ધ્રુજી, કુરિલ ટાપુઓમાં 6.3 જોરદાર આંચકા અનુભવાયા

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
જાપાનમાં ત્રણ દિવસમાં જ ત્રીજી વખત ધરા ધ્રુજી, કુરિલ ટાપુઓમાં 6.3 જોરદાર આંચકા અનુભવાયા 1 - image


Earthquake in Kurli Islands : જાપાનમાં કુરિલ ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.3ની માપવામાં આવી હતી. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હાલ જાનમાલ કે નુકસાનના થયાના કોઈ અહેવાલ નથી.

છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી વખત ધરા ધ્રુજી

જાપાનમાં કુરિલ ટાપુઓ (Kuril Islands)માં 6.3ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપના કારણે જાનમાલ કે  નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકો ગભરાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત આજે ભૂકંપથી ધરા ધ્રુજી છે. બે દિવસ પહેલા પણ બપોરે 12 વાગ્યે જાપાનના ઇઝુ ટાપુઓ (Izu Islands)માં ભૂકંપ આવ્યો હતો, જ્યારે ગઈકાલે જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે ત્રીજા દિવસે કુરિલ ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાપાનની જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર 26 ડિસેમ્બરે જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને ઊંડાઈ 431.3 કિલોમીટર હતી, જ્યારે ગઈકાલે આવેલા ભૂકંપની તીવ્રતા 5ની હતી અને તેની ઊંડાઈ 65.5 કિલોમીટર હતી. 


Google NewsGoogle News