'રામ રાખે તેને કોણ ચાખે', જાપાનમાં કાટમાળ નીચે દબાયેલા 90 વર્ષીય વૃદ્ધા 6 દિવસ બાદ જીવિત મળ્યા
નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ભૂકંપ આવ્યો હતો
જાપાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 126 લોકોના મોત થયા હતા
Image:File Photo |
90 Years Old Women Rescued From Rubble Of Earthquake In Japan : જાપાનમાં 1 જાન્યુઆરી ના રોજ આવેલા ભૂકંપના 6 દિવસ બાદ એક 90 વર્ષીય વૃદ્ધાને કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા. પશ્ચિમ જાપાનમાં એક 90 વર્ષીય વૃદ્ધાને ધરાશાયી થયેલા મકાનમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. તેમને ભૂકંપના 124 કલાક બાદ બચાવી લેવામાં આવી હતી.
ભૂકંપમાં ઓછામાં ઓછા 126 લોકોના મોત
જાપાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 126 લોકોના મોત થયા હતા. સૌથી વધુ મૃત્યુ જાપાનના વાજિમા શહેરમાં થયા હતા. અહીં ભૂકંપ બાદ મોટા પાયે આગ પણ જોવા મળી હતી. જાપાની સૈનિકો યુદ્ધ સ્તરે બચાવ કાર્ય કરી રહ્યા છે. લગભગ 30 હજાર લોકો સુધી પાણી,ભોજન, દવાઓ અને અન્ય સુવિધાઓ પહોંચાડવામાં આવી છે.
કાટમાળના કારણે રોડ બંધ
જાપાનના લોકોની ફરિયાદ છે કે સરકાર ભૂકંપ પછી રહેણાંક વિસ્તારોને ઠીક કરવાનો પ્રયત્ન કરી રહી નથી. લોકોનું કહેવું છે કે જે જગ્યાએ સર્ચ ઓપરેશન પૂરું થઇ ગયું છે તે જગ્યાઓનું કાટમાળ ત્યાં જ રાખવામાં આવ્યું છે. કાટમાળના કારણે ઘણાં વિસ્તારોમાં રોડ બંધ થઇ ગયા છે.